GSTને કારણે દેશની ટેક્સ સિસ્ટમમાં આવશે આ દસ પરિવર્તન

નવી દિલ્હીઃ દેશ માટે આર્થિક પરિવર્તન લાવનાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી સાથે જોડાયેલ મહત્વનું બિલ બુધવારે લોકસભામાં પાસ થઇ ગયું છે. નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટીને ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે તો પીએમ મોદી તેને નવું સ્લોગન આપ્યું છે- ‘નયા સાલ, નયા કાનૂન, નયા ભારત.’ GSTથી દેશના નાણાકિય ઢાંચામાં 10 મોટા પરિવર્તન આવશે

  • GST લાગુ થયા બાદ દેશમાં એક ટેક્સ પ્રણાલી આવશે. અત્યાર સુધી ટેક્સ લગાવવાનો અધિકાર કેન્દ્ર અને કેટલાક ટેક્સ લગાવવાનો અધિકાર રાજ્યને હતો.
  • રાજ્ય અને કેન્દ્ર મળીને સામાન અને સેવાઓ પર ટેક્સ લગાવશે, જેનાથી દેશભરમાં વસ્તુઓની કિંમત ઓછી થશે. GSTથી સામાન્ય લોકો પર વધારે બોજો નહીં પડે. સ્વાસ્થ્યને નુકશાન કરતી વસ્તુઓ પર ટેક્સ બોજો વધારવામાં આવશે.
  • જેટલીએ કહ્યું કે GSTથી કોઇ ટેક્સ રેટ થવું યોગ્ય નથી. વિમાનની મુસાફરી અને બીએમડબલ્યુ પર એક સમાન ટેક્સ ન લગાવી શકાય. સંસદ અને રાજ્યની વિધાનસભાને ગુડ્સ અને સર્વિસિઝ પર ટેક્સ લગાવવાનો અધિકાર હશે.
  • GST કાઉન્સિલમાં 32 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિ જોડાયેલા છે. સંવિધાન સંશોધન અંતર્ગત જીએસટી અતંર્ગત પહેલાં પાંચ વર્ષ કોઇ પણ રાજ્યને નુકશાન ન થાય તે અંગે વ્યવસ્થા કરવામાં આવશે. ટેક્સ અંગે જો બે રાજ્યો વચ્ચે વિવાદ થાય તો સામાન્ય સહમતિથી નિર્ણય લેવામાં આવશે. જમ્મૂ તેમજ કાશ્મીર રાજ્યને GSTકાયદા અંતર્ગત લેવામાં નહીં આવે.
  • GST લાગુ થવા સાથે ટેક્સમાં ચોરી કરવી શક્ય નહીં બને.
  • GST અમલમાં આવતાની સાથે જ દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસેઝ મૂવમેન્ટ સરળ થશે.
  • GST અમલમાં આવવાથી પુરવઠા ક્ષમતા સારી થશે.
  • આ નવી કર વ્યવસ્થાથી એકરૂપતા જળવાશે અને ગ્રાહકોને ફાયદો થશે. GSTથી ઓનલાઇન લેવડદેવડ વધશે. જેથી ઇમાનદાર કરદાતાઓને ફાયદો થશે.
  • GST અમલમાં આવવાની સાથે GDPમાં 2 ટકાનો વધારો થશે.
  • GSTમાં અનેક ટેક્સ બ્રેકેટ્સ છે. જે ટેક્સ સ્લેબ્સ 0 ટકા, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા છે. ખાવા પીવાની મહત્વની વસ્તુઓ પર 0 ટેક્સ અને લક્ઝરિ વસ્તુઓ પર વધારે ટેક્સ લગાવવામાં આવશે.
  • http://sambhaavnews.com/
You might also like