Categories: India

GST સોનાની મરઘીઃ ૧૫ દિવસમાં ૧૧ ટકા મહેસૂલી આવક વધી

નવી દિલ્હી: જીએસટીનો અમલ થયા બાદ સરકારના મહેસૂલ અને આવકમાં કેટલો વધારો થયો છે તેની સચોટ જાણકારી ઓક્ટોબર પહેલાં મળી શકશે નહીં કે જ્યારે પરોક્ષ કર પ્રણાલીનો પ્રથમ ત્રિમાસિક સમયગાળો સમાપ્ત થશે, પરંતુ પ્રથમ દિવસના આંકડાઓ જોતા જાણવા મળે છે કે મહેસૂલમાં મંથ-ટુ-મંથ આધારે ૧૧ ટકાનો વધારો થયો છે. સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમ્સ દ્વારા (સીબીઈસી) આ માહિતી આપવામાં આવી છે.

સીબીઈસીએ જણાવ્યું હતું કે ૧ જુલાઈથી ૧૫ જુલાઈ વચ્ચે આયાત દ્વારા પ્રાપ્ત કુલ મહેસૂલ રૂ. ૧૨૬૭૩ કરોડ રહ્યું હતું, જે જૂન મહિનાના સમાન સમયગાળામાં રૂ. ૧૧,૪૦૫ કરોડ હતું. આમ મોદી સરકાર માટે જીએસટી સોનાની મરઘી પુરવાર થઈ છે કારણ કે સરકારની આવકમાં માત્ર ૧૫ િદવસમાં ૧૧ ટકાનો વધારો થયો છે.

સીબીઈસીના પ્રમુખ વનજા શરનાએ જણાવ્યું હતું કે એક્સાઈઝ દ્વારા સારું એવું મહેસૂલ પ્રાપ્ત થયું છે. જોકે અમે વર્ષના આધારે વધુ વધારાની આશા રાખી શકીએ નહીં. ૩૦ જૂનની મધરાતથી પ્રથમ ૧૫ િદવસમાં કુલ રૂ. ૧૨,૬૭૩ કરોડનું મહેસૂલ પ્રાપ્ત થયું છે. જીએસટી દ્વારા પ્રાપ્ત થયેલ મહેસૂલ અંગે પ્રથમ અંદાજ ઓક્ટોબર સુધીમાં જ મળી શકશે. કારણ કે વેપારીઓ સપ્ટેમ્બરમાં રિટર્ન ભરશે. તેમણે જણાવ્યું હતું કે અમારે જીએસટી પ્રણાલીમાં ઓછામાં ઓછા એક ક્વાર્ટરના (જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર) આંકડાની જરૂર પડશે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

6 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

6 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

6 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

7 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

8 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

8 hours ago