GSTના અમલ બાદ FMCG સેક્ટરની આગેવાનીએ શેરબજાર અપ

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ બાદ આજે શરૂઆતે એફએમસીજી સેક્ટરની આગેવાનીએ શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે સેન્સેક્સ ૧૯૨ પોઇન્ટના ઉછાળે ૩૧,૧૧૪, જ્યારે એનએસઇ નિફટી ૪૮ પોઇન્ટના સુધારે ૯,૫૬૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. કન્ઝ્યુમર ગુડ્સ શેરમાં પણ સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં નીચા મથાળે જોરદાર લેવાલી જોવા મળી હતી. આજે શરૂઆતે એફએમસીજી સેક્ટરની અગ્રણી આઇટીસી કંપનીના શેરમાં ચાર ટકા ઉછાળો નોંધાયો હતો. સન ફાર્મા અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૧.૮૦ ટકાથી ૨.૯૭ ટકા સુધીનો સુધારો જોવાયો હતો તો બીજી બાજુ હીરો મોટો કોર્પ કંપનીના શેરમાં ૧.૨૫ ટકા ઘટાડો નોંધાયો હતો. આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી કંપનીના શેરમાં ૦.૯૬ ટકાથી ૧.૨૦ ટકાનો ઘટાડો આવ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે દેશભરનાં રાજ્યમાં સારા ચોમાસા તથા જીએસટીના અમલના કારણે એફએમસીજી કંપનીઓને તેનો સીધો ફાયદો થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ આ શેરમાં ઉછાળો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ઉછાળો
ક્રૂડમાં નીચા મથાળે ખરીદી જોવા મળી રહી છે, જેના પગલે નાયમેક્સ ક્રૂડનો ભાવ ૦.૫ ટકા વધીને ૪૬.૩ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૪૯ ડોલર પ્રતિબેરલની સપાટીએ જોવા
મળ્યો છે.

FMCG કંપનીના શેર અપ
કંપનીનું નામ ટકાવારીમાં
વધ-ઘટ
કોલગેટ પામોલિવ ૦.૬૭ ટકા
ડાબર ૦.૩૬ ટકા
ઈમામી ૦.૪૮ ટકા
આઈટીસી ૭.૨૧ ટકા
નેસ્લે ૧.૧૫ ટકા
http://sambhaavnews.com/

You might also like