GST ઇફેક્ટઃ તૈયાર ફલેટ પહેલી જુલાઈથી વધુ મોંઘા બની જશે

નવી દિલ્હી: આગામી પહેલી જુલાઈ બાદ તૈયાર ફલેટ ખરીદનારાઓએ 12 ટકા જીએસટી ભરવાનો થશે. તેથી જીએસટીના કારણે તૈયાર ફલેટ વધુ મોંઘા બની જશે. હાલમાં ફલેટની ખરીદી વખતે જે 4.5 ટકા સર્વિસ ટેકસ લેવામાં આવે છે તે પહેલી જુલાઈથી 12 ટકા થઈ જશે. તેથી જે લોકો તૈયાર ફલેટ ખરીદવા માગતા હશે તેમને જીએસટીની વધારાની રકમ ચૂકવવી પડશે.

આ અંગે બિલ્ડર્સે દાવો કરતાં જણાવ્યું છે કે જીએસટી લાગુ થયા બાદ હાલ જે સર્વિસ ટેકસ 4.5 ટકા લેવાઈ રહ્યો છે તે વધીને 12 ટકા થઈ જતાં એટલે કે તેમાં 7.5 ટકાનો વધારો થતાં જીએસટી લાગુ થયા પહેલાં ભરાયેલી ટેકસની રકમ પર ક્રેડિટ કલેમ થઈ નહિ શકે ત્યારે જે પ્રોજેકટ પૂરા થઈ ગયા છે અથવા પૂરા થવાની તૈયારીમાં છે તેના ખરીદનારા 90 થી 95 ટકા રકમ આપી ચૂક્યા છે ત્યારે આવી રકમ પર ભારે ટેકસનો બોજો પાંચથી 10 ટકા રકમ પર પડશે. પહેલી જુલાઈ બાદ બિલ્ડર દ્વારા જારી કરવામાં આવતા કોઈ પણ ચલણ પર 12 ટકા ટેકસ લાગુ પડશે. આ માટે અનેક ડેવલપર્સ પહેલાં જ તેમના ખરીદનારાઓઅે બાકીની રકમ પર વધુ ટેકસ ચૂકવવાનો રહેશે તેવી નોટિસ આપી ચૂક્યા છે.

આ અંગે એક ઉદાહરણ આપતાં સમજાવવામાં આવ્યું છે, ધારો કે કોઈ ખરીદદાર એક કરોડનો ફલેટ ખરીદે તો તેણે અત્યાર સુધી 20 લાખની રકમ પર જેમણે 4.5 ટકાના દરે ટેકસની રકમ આપી હશે તેમણે હવે બાકીની 80 લાખની રકમ પર 12 ટકાના દરે ચૂકવવાની રહેશે. તે રીતે તેણે 12 ટકાના દરે 9.60 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. આ રીતે જીએસટીના અમલ બાદ તૈયાર ફલેટના ભાવમાં વધારો થશે.
http://sambhaavnews.com/

You might also like