GST Effact: Apple iPhone સસ્તા થઇ ગયા, iPadની કિંમત પણ ઘટી

નવી દિલ્હી: દેશભરમાં GST લાગુ કરી દેવામાં આવ્યું છે, આ વચ્ચે એપ્પલ ચાહકો માટે ખુશખબર છે. કંપનીએ iPhone, Macs અને Apple ની કિંમત ઘટાડી દીધી છે. ભારતમાં GST લાગુ થયા બાદ કંપનીએ iPhone 7, iPhone 7 Plus, iPhone 6s Plus, iPhone 6s અને iPhone SE કિંમત અધિકારીકરીતે ઓછી કરી દીધી છે.

આ સિવાય સમાચાર પત્રની ખબર અનુસાર, Apple ના નવા 10.5-inch iPad Pro, 12.9-inch iPad Pro, iPad, અને iPad mini 4 ની કિંમતો પણ ઓછી કરી દીધી છે. અમે અહીં થોડા ડિવાઇસસેસ પર મળી રહેલ ઓફર્સની જાણકારી આપને આપી રહ્યા છીએ.

Apple iPhone 7 (32GB) જે 60,000 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો તે 56,200 રૂપિયામાં સેલ માટે ઉપલબ્ધ છે. ત્યારે આ iPhone નું 128GB અને 256GB મોડલ ક્રમશઃ 65,200 રૂપિયા અને 74,400 રૂપિયામાં ખરીદી શકાય છે.

Apple iPhone 7 Plus (32GB) મોડલ હવે 67,300 રૂપિયામાં ખરીદી શકાય છે. iPhone 7 Plus (128GB) જેને 82,000 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેને ગ્રાહકો હવે 76,200 રૂપિયામાં ખરીદી શકે છે. ત્યારે તેનું 256GB મોડલ જેને 92,000 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યુ હતું. આપ હવે તે 85,400 રૂપિયામાં ખરીદી શકો છો.

iPhone 6s Plus (32GB) જેની કિંમત પહેલા 60,000 રૂપિયાથી ગ્રાહકો હવે 56,100 રૂપિયામાં ખરીદી શકે છે. ત્યારે તેનું 128GB મોડલ આપ 70,000 રૂપિયાને બદલે 65,000 રૂપિયમાં ખરીદી શકો છો.

iPhone 6s ના 32GB અને 128GB મોડલ ક્રમશઃ 46,900 રૂપિયા અને 55,900 રૂપિયામાં ખરીદી શકાય છે. જેની જૂની કિંમત એકાએક 50,000 રૂપિયા અને 60,000 રૂપિયા હતી. આ સિવાય iPhone SE 32GB અને 128GB મોડલની કિંમત 26,000 રૂપિયા અને 35,000 રૂપિયા કરી દેવામાં આવી છે, જે પહેલા 27,200 રૂપિયા અને 37,200 રૂપિયા હતી.

એપ્પલ વોચના ફેન Apple વોચ (સીરિઝ 1) ને 23,900 ની જગ્યાએ 22,900 રૂપિયામાં ખરીદી શકે છે. ત્યારે Apple વોચ (સીરિઝ 2) જેને 32,900માં લોન્ચ કરાયા હતા જે હવે 31,600 રૂપિયામાં સેલ માટે ઉપલબ્ધ છે. ત્યારે Apple Watch Nike+ અને Apple વોચ એડિશન ક્રમશઃ 31,600 રૂપિયા અને 1,05,700 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ બન્ને 32,900 રૂપિયા અને 1,10,900 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યો છે.

ગ્રાહકો ઇચ્છે તો Apple iPad, Apple MacBook અને Apple Mac પણ આ જાણકારી મેળવી શકો છો, આમાં પણ કંપનીએ અમુક ઓફરની જાહેરાત કરી છે.

You might also like