Categories: Business

GST ડ્રાફ્ટને મહિનામાં અંતિમ સ્વરૂપ અપાશે

નવી દિલ્હી: નાણાં વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદાના ડ્રાફટને એક મહિનામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. એસોચેમ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં નાણાં વિભાગના સચિવે કહ્યું કે જીએસટી ડ્રાફટને તૈયાર કરવામાં એક મહિનાનો સમય લાગશે. એક વાર ડ્રાફટ તૈયાર થઈ ગયા બાદ ડ્રાફ્ટને સાર્વજનિક કરવામાં આવશે તથા વેપારી સંગઠનો સાથે આ સંબંધે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે જે જીએસટી સંંબંધી દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યા છે તે માત્ર પ્રાથમિક દસ્તાવેજો જ છે. ભવિષ્યમાં તેમાં કેટલાય ફેરફાર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સરકારની બહુમતીના અભાવે જીએસટી રાજ્યસભામાંથી પસાર થઈ શક્યું નથી. સરકાર જીએસટી બિલ શિયાળુ સત્રમાં પસાર થાય તે માટે જોરદાર પ્રયત્ન કરી રહી છે તો બીજી બાજુ કોંગ્રેસ એક યા બીજાં કારણ આગળ કરી જીએસટી બિલ પસાર ‘ના’ થાય તે માટે રોડાં નાખી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારે આગામી પહેલી એપ્રિલ ૨૦૧૬થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી કરવાની જાહેરાત કરી છે. લોકસભામાં સરકારની બહુમતિ હોવાના કારણે ગુડ્સ એન્ડ સર્વિસ બિલ પસાર થઈ ગયું પરંતુ રાજ્યસભામાં અટવાયું છે.

જીએસટી બિલ જો અમલવારી થાય તો સમગ્ર દેશમાં એકસરખું ટેક્સ માળખું ઊભું થાય તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહીં જીએસટીની અમલવારીના કારણે દેશના જીડીપીમાં પણ સુધારો થાય તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

divyesh

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

3 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

3 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

3 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

3 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

3 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

4 hours ago