GST ક્રેડિટ ક્લેમ માટે કંપનીઓને નોટિસ આપવાની તૈયારીઓ આરંભી

અમદાવાદ: જીએસટીની પ્રથમ મહિને સરકારને ૯૦ હજાર કરોડથી વધુ આવક થઇ છે, પરંતુ તેની સામે ૬૫ હજાર કરોડના ટ્રાન્ઝિશનલ ક્રેડિટ ક્લેમનો દાવો કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ઊંચા દાવાના પગલે ચિંતામાં મુકાઇ ગયું છે. એટલું જ નહીં સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ કંપનીઓની યાદી તૈયાર કરી રહ્યો છે તથા જે કંપનીઓ એક કરોડથી વધુના ટ્રાન્ઝિશનલ ક્રેડિટ ક્લેમ કરવાનો દાવો કર્યો છે તેઓનું વેરિફિકેશન કરવા જણાવ્યું છે. આગામી સપ્તાહમાં આવી ૧૬૦ જેટલી કંપનીઓની યાદી તૈયાર કરી નોટિસ ઇશ્યૂ કરવામાં આવી શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં ટ્રાન્ઝિશનલ ક્રેડિટ માટે ક્લેમ કરાયેલી રકમ અંગે સ્પષ્ટતા માગવામાં આવી છે. કેટલાક કેસો ઇનડાયરેક્ટ ટેક્સ ડિપાર્ટમેન્ટે કંપનીઓને છેલ્લા એક વર્ષનાં રિટર્ન આપવાં જણાવાયું છે, જેમાં આંધ્ર પ્રદેશની કેટલીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સાથે સંકળાયેલી કંપનીનો સમાવેશ થાય છે. ટ્રાન્ઝિશનલ ક્રેડિટ એટલે કે જુલાઇ પહેલાના સ્ટોક પર એકત્રિત કરવામાં આવેલી ક્રેડિટ.

કાયદા અનુસાર આ પ્રકારની ક્રેડિટ જીએસટીની જવાબદારી સામે સેટ ઓફ લેવામાં થઇ શકે છે. સરકારને એવી શંકા છે કે કંપનીઓ આ રાહતનો દુરુપયોગ કરીને ખોટા રિટર્ન ફાઇલ કર્યાં છે.

You might also like