Categories: Business

તમાકુ પ્રોડક્ટ પર ૨૯૦ ટકા અને પાન-મસાલા પર ૧૩૫ ટકા સેસ

નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલે ૧ જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ કરવાની દિશામાં મહત્ત્વની પહેલ કરી છે. જીએસટી કાઉન્સિલે પોતાની બેઠકમાં એસજીએસટી (રાજ્ય જીએસટી) અને યુટીજીએસટી (કેન્દ્રશાસિત પ્રદેશ જીએસટી) વિધેયકોના મુદ્દા પર મંજૂરીની મહોર મારી દીધી છે. જીએસટીનાે અમલ થવાથી તમાકુ પ્રોડક્ટ પર સેસનો મહત્તમ દર ૨૯૦ ટકા અને પાન-મસાલા પર મહત્તમ દર ૧૩૫ ટકા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ વાત એ પણ છે કે બીડી અને ચાવીને ખાવાની તમાકુ પર પણ સેસ લગાવવામાં આવશે, જેનો દર હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી.

તમાકુ પ્રોડક્ટ પર જેટલો ટેક્સ હાલ અમલમાં છે એટલો જ જીએસટી લાગુ થયા બાદ પણ યથાવત્ રાખવામાં આવશે એટલું જ નહીં, લક્ઝરી ગુડ્સ પર સેસની મહત્તમ મર્યાદા ૧૫ ટકા નિર્ધારિત કરવા સંબંધિત પ્રસ્તાવને પણ કાઉન્સિલે મંજૂરી આપી દીધી છે.  પર્યાવરણને નુકસાન કરતી પ્રોડક્ટ પર પણ ભારે ટેક્સ લાદવામાં આવશે. ક્લીન એનર્જી સેસના સ્થાને કોલસા અને લિગ્નાઇટ પર પ્રતિટન રૂ. ૪૦૦ના દરે સેસ લાદવામાં આવશે. વિધેયકના મુસદ્દામાં અેવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે શુગર કે ફ્લેવરિંગ ધરાવતા એરેટેડ વોટર અને મિનરલ વોટર પર પણ સેસ લાદવામાં આવશે.

નાણાપ્રધાન જેટલીએ જણાવ્યું હતું કે જીએસટી રજિસ્ટ્રેશન, પેમેન્ટ, રિફંડ, ઇન્વોઇસ અને રિટર્ન સંબંધિત પાંચ નિયમોને પણ જીએસટી કાઉન્સિલે મંજૂરી આપી દીધી છે. બાકીના ચાર નિયમોને આગામી સપ્તાહ સુધીમાં આખરી આેપ આપવામાં આવશે. જીએસટી કાઉન્સિલની ૧૩મી બેઠક હવે ૩૧ માર્ચે દિલ્હીમાં મળશે. જીએસટી બિલ અલગ અલગ રાજ્યની કેબિનેટની મંજૂરી બાદ વિધાનસભામાં પણ પસાર કરાશે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

32 mins ago

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે…

1 hour ago

મારામાં આવેલા પરિવર્તનને લોકો સમજેઃ સની લિયોન

સની લિયોનની જિંદગી પર બનેલી વેબ સિરીઝ 'કરનજિત કૌર' ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેના બીજા ભાગને લઇને…

1 hour ago

ક્રૂડના આકાશે આંબતા ભાવ તથા રૂપિયાના ધોવાણથી ભારતનું અર્થતંત્ર ભીંસમાં

આપણો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે તો બહુ દૂરના ભૂતકાળની વાત છે પણ અત્યારે રૂપિયો જે રીતે ગગડી રહ્યો…

2 hours ago

બેઅર ગ્રિલ્સ સાથે ‘વાઇલ્ડ’ બન્યો ફેડરરઃ માછલીની આંખ ખાધી

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ): વિશ્વ પ્રસિદ્ધ એડવેન્ચર લવર અને બેસ્ટ સેલર લેખક બેઅર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા પર હવે 'રનિંગ વાઇલ્ડ વિથ…

2 hours ago

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

2 hours ago