GST બિલ રાજ્યસભામાં ક્યારે મુકાશે તે અંગે સસ્પેન્સ!

નવી દિલ્હી: જીએસટી બિલ સંદર્ભે મોટા ભાગના વિવાદાસ્પદ ઇશ્યૂ ઉકેલાઇ ગયા છે. સરકાર ઝડપથી બિલ પસાર થાય તેવું ઇચ્છે છે, પરંતુ હજુ સ્પષ્ટ નથી થયું કે જીએસટી બિલ રાજ્યસભામાં કઇ તારીખે મુકાશે. ગઇ કાલે રાજ્યસભા એડ્વાઇઝરી કમિટીની બેઠક થઇ હતી, પરંતુ જીએસટી આગામી સપ્તાહે રજૂ કરવા સંબંધે કોઈ તારીખ અંગે સંમતિ સધાઇ નથી.

રાજ્યસભાની એડ્વાઇઝરી કમિટીની બેઠકમાં કોઇ તારીખ નક્કી થઇ શકી નથી. જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકાર અને કોંગ્રેસ વચ્ચે હજુ એક-બે વાર મંત્રણા થઇ શકે છે. ત્યાર બાદ જીએસટી બિલ ચર્ચા માટે ક્યારે લવાશે તેની તારીખ નક્કી થશે, પરંતુ સકારાત્મક બાબત એ છે કે કોંગ્રેસ અને સરકાર બંને સંસદના ચાલુ સત્રમાં જીએસટી બિલ પાસ થાય તેવું ઇચ્છી રહી છે.

સરકાર અને કોંગ્રેસ વચ્ચે સંમતિ બને તો જીએસટી બિલ આગામી સપ્તાહમાં રાજ્યસભામાં મુકાઇ શકે છે, જોકે ક્યારે મુકાશે તે અંગે સસ્પેન્સ હજુ યથાવત્ છે.

You might also like