GST માટે સમય ઘણો ઓછોઃ નાણાપ્રધાન

નવી દિલ્હી: ૧ એપ્રિલ, ૨૦૧૭થી જીએસટીની અમલવારી સંદર્ભે નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે સરકાર પાસે જીએસટી લાગુ કરવા માટે એપ્રિલ-૨૦૧૭ની સમય સીમા ઓછી છે, પરંતુ સરકાર નિશ્ચિત રીતે એપ્રિલ-૨૦૧૭થી જીએસટી લાગુ કરવાના પ્રયાસ કરશે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિની સહી થયા બાદ જીએસટી કાઉન્સિલની રચના થશે અને નિશ્ચિતપણે કેટલાક પેન્ડિંગ પ્રશ્નોનો નિકાલ આવશે. સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં જીએસટી અંગે હજુ ઘણું કામ કરવાનું છે. જીએસટી નક્કી કરેલી સમય સીમામાં લાગુ કરવું એ અમારી પ્રાથમિકતા છે. નોંધનીય છે કે દેશમાં ૧૫થી વધુ રાજ્યએ જીએસટી બિલ વિધાનસભામાંથી પસાર કર્યા બાદ રાષ્ટ્રપતિએ પણ આ બિલ ઉપર સહી કરી દીધી છે.

You might also like