GSAT-17 ઉપગ્રહનું ફ્રેંચના ગુયાનાથી સફળતાપૂર્વક લોન્ચિંગ, ISRO દ્વારા ત્રીજી સૌથી મોટી લોન્ચિંગ

બેંગલુરું : ફ્રેંચ ગુયાનાના કોરૂથી અડધી રાત બાદ એરિયનસ્પેસ રોકેટ દ્વારા ભારતના આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-17નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ અગાઉ ઇસરો દ્વારા જણાવામાં આવ્યું હતું કે એરિયન-પાંચ પ્રક્ષેપણ યાન દ્વારા 29 જૂનના રોજ ભારતીય સમય અનુસાર 2-29 મીનીટ પર જીસેટ-17નું પ્રક્ષેપણ કરવામાં આવશે. જીસેટ-17નું વજન અંદાજે 3,477 કિલોગ્રામ છે. આ ઉપગ્રહ દ્વારા સામાન્ય સી બેન્ડ, વિસ્તારિત સી બેન્ડ અને એસ બેન્ડમાં વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવશે.
http://sambhaavnews.com/#myCarousel

You might also like