CBSE 10th Exam: વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, બીજી વખત નહીં લેવાય ગણિતની પરીક્ષા

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 10મા ધોરણની બોર્ડના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. સીબીએસઇ બોર્ડ દ્વારા 10માં ધોરણની ગણિતની પરીક્ષા ફરીથી નહી લેવા નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા દેશમાંથી કોઇપણ ભાગમાં લેવાશે નહીં. જો કે આ અગાઉ એવુ જણાવામાં આવ્યું હતું કે પરીક્ષા દિલ્હી અને હરિયાણાની આસપાસના વિસ્તારમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા સીબીએસઇએ 10માં બોર્ડની ગણિતની તેમજ 12માં ધોરણના અર્થશાસ્ત્રની પરીક્ષાનું પેપર લીક થવાના મુદ્દે રદ્દ કરી હતી.

બોર્ડમાં પહેલા 12માં ધોરણની અર્થશાસ્ત્રની બીજી વખત પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી હતી. જે 25 એપ્રિલના રોજ લેવાની જાહેરાત કરાઇ હતી. 12મી બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરતી સમયે કહેવામાં આવ્યું હતું કે બોર્ડ આ અંગે જલ્દી નિર્ણય લેશે અને બોર્ડ પરત પરીક્ષા નહીં લેવા અંગે ચર્ચા કરશે.  આ અગાઉ સોશિયલ મીડિયા પર એક ફેક લેટર વાયરલ થઇ રહ્યો હતો, જેમાં જણાવામા આવ્યું હતું કે 30 એપ્રિલના રોજ પરીક્ષાનું આયોજન થવાનું છે.

You might also like