ભેંસ ચરાવવા માટે રપ હજાર પગાર

0 0

નોઇડાઃ શું ભેંસ ચરાવીને સારી કમાણી થઇ શકે? કદાચ આ સવાલનો જવાબ આપણે નામાં આપીશું, પરંતુ બિહારના સહરસા જિલ્લામાં રહેનારા ઝકસકુમારની વાત કરીએ તો આપણે માત્ર ભેંસ ચરાવીને સારી કમાણી કરી શકીએ છીએ. નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસ-વે પાસે આવેલા ઝટ્ટા ગામના ખેડૂતે પોતાની ભેંસો ચરાવવા માટે ઝક્સને આઉટસોર્સ કર્યો છે.

અભણ ઝક્સ પાસે પ૦ ભેંસ છે. તેને દર મહિને રપ હજાર રૂપિયા મળે છે. ઝક્સ્ની જેમ બિહાર અને યુપીના ઘણા લોકો અહીં આ કામમાં લાગેલા છે. ગામના સોહનપાલ પહલવાને જણાવ્યું છે કે જે લોકો ચરાવવાનું કામ કરે છે તેઓ એનસીઆરમાં પાક લણવા અને કાપવા આવતા હતા. બીજી બાજુ ખેડૂતો પાસે એટલો સમય હોતો નથી. તેઓ દિવસભર ભેંસ ચરાવવાના કામમાં લાગેલા રહે. ખેડૂતોએ જ આ મજૂરોને આઇડિયા આપ્યાે કે તેઓ તેમની ભેંસો ચરાવી દે બદલામાં તેઓ મહિને પ્રતિભેંસ પ૦૦થી ૭૦૦ રૂપિયા લઇ લે.

આઇડિયા હિટ થયો અને હવે આ વિસ્તારના ઘણા લોકો આ જ રીતે ભેંસ ચરાવી રહ્યા છે. એક ખેડૂતે જણાવ્યું કે એક ભેંસ રોજ લગભગ આઠથી ૧૦ લિટર દૂધ આપે છે. આ રીતે એક ભેંસ મહિનામાં ૧પ હજારની કમાણી કરાવે છે. આવા સંજોગોમાં જો કોઇ મહિનાના પ૦૦ રૂપિયા લઇને ભેંસ ચરાવી આપે તો ખેડૂતોને જ ફાયદો છે. તેઓનો દિવસભરનો સમય પણ બચી જાય છે.
http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.