Categories: World

100 વર્ષ પહેલાં આઇંસ્ટાઇને કહેલી વાત સાચી પડી

વોશિંગ્ટન: દુનિયા સૌથી મોટા વૈજ્ઞાનિકોમાં સામેલ આલ્બર્ટ આઇંસ્ટાઇન દ્વારા લગભગ 100 વર્ષ પહેલાં લગાવવામાં આવેલું એક અનુમાન આખરે સત્ય સાબિત થયું છે. જો કે, લગભગ સવા અરબ વર્ષ પહેલાં બ્રહ્માંડમાં 2 બ્લેક હોલ વચ્ચે ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે અંતરિક્ષમાં તેમની આસપાસ હાજર જગ્યા અને સમય બંને બગડી ગયા. આ બાબત આલ્બર્ટ આઇંસ્ટાઇને કહી હતી આ ટક્કર બાદ અંતરિક્ષમાં થયેલો ફેરફાર ફક્ત ટકરાવવાળી જગ્યા પર સીમિત રહેશે નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે 100 વર્ષ પહેલાં આલ્બર્ટ આઇંસ્ટાઇને કહ્યું હતું કે ત્યારબાદ અંતરિક્ષમાં ગુરૂત્વાકર્ષણ તરંગ પેદા તહ્યા અને આ તરંગો કોઇ તળાવમાં પેદા થઇ તરંગોની માફક આગળ વધે છે. હવે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ આલ્બર્ટ આઇંસ્ટાઇનની થ્યોરી ઓફ રિલેટિવિટી (સાપેક્ષતાના સિદ્ધાંત)ના પુરાવા મળી ગયા. તેને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટી સફળતા ગણવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમને બ્લેક હોલની ટક્કર બાદ ઉત્પન્ન થયેલી ગ્રેવિટેશનલ તરંગો મળી ગયા.

આ શોધથી ના ફક્ત આલ્બર્ટ આઇંસ્ટાઇનની થિયરી સાબિત થઇ છે, પરંતુ તેનાથી પહેલીવાર 2 ટકરાવનાર બ્લેક હોલની પણ પુષ્ટિ થઇ છે. આ શોધના મહત્વનો અંદાજો તેના દ્વારા લગાવી શકાય છે જે બ્રિટનના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે તેને આપણી સદીની સૌથી મોટી વૈજ્ઞાનિક શોધ ગણાવી દીધી છે. આલ્બર્ટ આઇંસ્ટાઇન પહેલાં સુધી અંતરિક્ષ અને સમયને કોઇ પણ અસરથી મુક્ત ગણવામાં આવતો હતો.

તમને જણાવી દઇએ કે દાયકાઓથી વૈજ્ઞાનિક એ વાતની શોધ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા કે શું ગુરૂત્વાકર્ષણ તરંગો ખરેખર દેખાઇ છે. તેની શોધ માટે યૂરોપિયન સ્પેસ એજન્સીએ લીઝ પાથફાઉન્ડર નામના સ્પેસક્રાફ્ટ અંતરિક્ષમાં મોકલી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂત્વાકષર્ણ તરંગોની ઐતિહાસિક શોધ પર પ્રસન્નતા વ્યક્ત કરી છે અને પ્રોજેક્ટમાં ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે ટ્વિટ કર્યું ‘અત્યાધિક ગર્વ છે કે ભારતીય વૈજ્ઞાનિકોએ આ પડકારપૂર્ણ શોધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.’ મોદીએ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ પર વારાફરતી પોસ્ટમાં કહ્યું ‘ગુરૂત્વીય તરંગોની ઐતિહાસિક શોધે બ્રહ્માંડને સમજવા માટે એક નવો મોરચો ખોલી દીધો છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું ‘દેશમાં એક વિકસિત ગુરૂત્વીય તરંગ શોધકની સાથે વધુ યોગદાન માટે આગળ વધવાની આશા રાખું છું.’

admin

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

5 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

5 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

5 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

5 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

5 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

5 hours ago