Categories: Gujarat

ગ્રાન્ટેડ શાળાઅોનાં વળતાં પાણીઃ શહેરની ૫૮ શાળાઅે વર્ગ ઘટાડાની મંજૂરી માગી

અમદાવાદ: ગ્રાન્ટેડ શાળાઓના અંદાજે ૩પ૦૦ વિદ્યાર્થીઓએ ખાનગી સ્વર્નિભર શાળાઓમાં પ્રવેશ મેળવી લેતાં અમદાવાદ શહેરની પ૮ શાળાઓએ વર્ગ બંધ કરવાની નોબત આવી છે. પ૦થી વધુ શિક્ષકો પણ ફાજલ થાય તેવી શકયતા છે.

ગત વર્ષે ખાનગી શાળાઓનાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૧.૯૭ લાખ હતી જ્યારે સરકારી શાળાઓમાં ગત વર્ષની તુલનાએ સંખ્યા ઘટી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટી જવાના અનેક કારણો છે જેવા કે શિક્ષકની નિયમિત ભરતી ન થઇ હોય જે તે વિષયના શિક્ષકની નિમણૂંક જ ન કરાઇ હોય, એ જ વિસ્તારમાં સ્વર્નિભર શાળા ખૂલી હોય, ભણતરની ગુણવત્તા જળવાતી ન હોય, સુવિધાનો અભાવ હોય, વિગેરે કારણોસર ધોરણ ૯માં વિદ્યાર્થી આવે કે તરત જ સલામતીનાં કારણોસર ફી ફેકટરને ધ્યાને નહીં લેતા સ્વનિર્ભર શાળામાં ભણવાનું વધુ પસંદ કરે છે. વાલીઓ પણ હવે જાગૃત બન્યા છે. પાયાનાં વર્ષ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧રમાં વિદ્યાર્થીના ભણતર બાબતે તેઓ કોઇપણ મુદ્દે સમાધાન કરવા તૈયાર હોતા નથી. બાળકના ભવિષ્યને ખાતર પણ વધુ ફી ખર્ચીને સ્વનિર્ભર શાળામાં ભણાવીને બાળકની સલામતી ઇચ્છે છે.

કઈ શાળાઅે વર્ગ ઘટાડાની દરખાસ્ત કરી?
નટવરલાલ શાહ વિદ્યાલય,ગીતામંદિર, બી.આર.પટેલ,નવરંગપુરા, જીએમ પ્રકાશ હાઇસ્કૂલ,રિલીફ રોડ, મહાત્મા ગાંધી હા.સે.સ્કૂલ-કુબેરનગર, ગાંધી વિદ્યાલય,અસારવા, મંગલમ્ વિદ્યાલય અસારવા, સહજાનંદ સેકન્ડરી હાઇસ્કૂલ-આંબાવાડી, ગણેશ વિદ્યાલય-નિકોલ, મંગલમ વિદ્યા મંદિર-સરસપુર, સરસ્વતી વિદ્યા મંડળ અને કેજી ત્રિવેદી, સાધના વિનય મંદિર-પ્રીતમનગર સ્વસ્તિક હાઇસ્કૂલ,નવાવાડજ, વિદ્યાનગર હાઇસ્કૂલ,બાપુનગરની પ૦ શાળાઓ, શાંતિ નિકેતન હાઇસ્કૂલ,અમરાઇવાડી, મહેન્દ્ર કનૈયાલાલ હાઇસ્કૂલ,લો ગાર્ડન, સી.જી.હાઇસ્કૂલ,સરદારનગર, ઉપાસના વિદ્યાવિહાર, કૃષ્ણનગર, ગીતાંજલિ વિદ્યામંદિર,શાહીબાગ, ઉન્નતિ વિદ્યાલય,પાલડી, શિવમ્ વિદ્યાલય,કૃષ્ણનગર, મહેન્દ્ર કનૈયાલાલ હા.સે. સ્કૂલ,લો ગાર્ડનની ૩ શાળા, ગુજરાત કુમાર વિનય મંદિર, ગુજરાત વિદ્યાપીઠ, એન.આર. હાઇસ્કૂલ, એલીસબ્રિજ, અક્ષય હાઇસ્કૂલ,બાપુનગર, અમૃત હાયર સેકન્ડરી સ્કૂલ, શાહીબાગ, એ.જી.હાઇ એન્ડ જી એન્ડ ડી સ્કૂલ,નવરંગપુરા, સોલારિસ પબ્લિક સ્કૂલ, સોલા, કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઇ,સૈજપુર બોધા, ઉમા શિક્ષણતીર્થ,નરોડા, જીવકોર લલ્લુભાઇ ઉ.મ.શાળા,મણિનગર, ગણેશ કન્યા વિદ્યાલય,નવા વાડજ, દામુભાઇ શુકલ મા.શાળા,પાલડી, સ્વામિનારાયણ વિદ્યાલય,ગોમતીપુરની ર શાળા, અક્ષર જ્ઞાન વિદ્યાલય બાપુનગર, જીવકોર લલ્લુભાઇ ઉ.મ.શાળા,મણિનગર, સ્વામિનારાયણ વિવિધલક્ષી,ગોમતીપુર, વિશ્વનિકેત વિદ્યાવિહાર, નારણપુરા, શ્રી જી.સે. ગર્લ્સ હા.સે.સ્કૂલ,રાયપુર, રંજન હાઇસ્કૂલ,બાપુનગર, જ્ય સોમનાથ હા.સે.સ્કૂલ,મણિનગર, જય અંબે ગર્લ્સ હાઇસ્કૂલ, મણિનગર, અર્બુદા સંસ્કાર ઉ.મા.શાળા, સ્વસ્તિક હાયર સેકન્ડરી, નવાવાડજ, ધ્રુવ એજ્યુકેશન ઉ.મા. શાળા,મણિનગર, ઉન્નતિ વિદ્યાલય,પાલડી, રચના હાઇસ્કૂલ, નવા વાડજ, વિજયનગર સે. સ્કૂલ, વિજયનગર, ધી મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ હાઇ. નરોડા, મરાઠી માધ્યમ લઘુમતી, શ્રી જી. માધ્યમિક શાળા, નિકોલ રોડ, દીવાન બલ્લુભાઇ માધ્યમિક શાળા,પાલડી, બી.આર. પટેલ નૂતન ફેલોશિપ.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago