દાદા-દાદીનું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રાખવું હોય તો તેમને સોશિયલ સાઈટ પર એક્ટિવ કરો

સોશિયલ નેટવર્કિંગ સાઈટ માત્ર યંગસ્ટર માટે નથી. નવી નવી ટેક્નોલોજી શીખી રહેલા પ્રૌઢ વયના લોકો માટે પણ હવે ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ સાઈટ બહુ કામની છે. તમે ઈચ્છતા હો કે તમારા પેરેન્ટ્સ કે ગ્રાન્ટપેરેન્ટ્સ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહે તો તેમને ફેસબુક અને ટ્વિટર પર એક્ટિવ કરી દો. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે પાછલી વયે એકલવાયાપણાથી માનસિક સ્વાસ્થ્ય કથળે છે જેની અસરરૂપે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ બેકાબૂ બને છે. ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી અા ઉંમરે પણ વ્યક્તિ એકબીજા સાથે સરળતાથી કનેક્ટ રહી શકે છે. જે લોકો અાવી સોશિયલ સાઈટ પર એક્ટિવ હોય તેમનામાં ડિપ્રેશનના લક્ષણો ઓછા જોવા મળે છે.

You might also like