GST લાગુ થયા બાદની સમસ્યાનાં ઉકેલ માટે વોર રૂમ બનાવાયો

નવી દિલ્હી : દેશમાં એક જુલાઇથી આઝાદી બાદ સૌથી મોટો સુધારો એટલે કે જીએસટી લાગુ થવાનું છે. એવામાં સરકાર તરપતી તેને લાગુ કરવા માટે પુરતા પુરાવાની તૈયારી કરવામાં આવી છે. નાણા મંત્રાલયમાં કેટલાક ટેલિફોન અને કમ્પ્યુટર સિસ્ટમથી લેસ એક મિની વોરરૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં જીએસટી લાગુ થયા બાદ થનારી તમામ સમસ્યાઓનાં ઉકેલ માટેની તૈયારી કરવામાં આવશે.

કેન્દ્રીય ઉત્પાદન અને સીમા શુલ્ક બોર્ડનાં પ્રમુખ નવાજા એસ. શર્માએ જણાવ્યું કે તેઓ વોરરૂમ કેન્દ્રીય અને રાજ્ય સ્તરનાં અધિકારીઓની શંકાને દુર કરશે. જીએસટી લાગુ થવામાં આવતી સમસ્યાઓને દુર કરવા માટે વોરરૂમ સીધો સંપર્કમાં રહેશે. જેથી તેનો ઉકેલ લાવવામાં આવી શકે. સાથે જ વોરરૂમ દ્વારા અધિકારીઓનાં જીએસટી અંગેનો ફિડબેક પણ લેવામાં આવશે.

વનાજા એસ શર્માનાં અનુસાર તે વોર રૂમ સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેમાં ટેક્નીકિ રીતે કુશળ યુવા અધિકારીઓની એક ટીમ આખો દિવસ કામ કરશે. જેમાં જીએસટી અંગેની તમામ શંકાઓ અને સમસ્યાઓનાં ઉકેલ માટેનાં પ્રયાસો કરાશે.

You might also like