GSTના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા અમિતાભ બચ્ચન: 30 જૂને સેલીબ્રેશન

0 1

નવી દિલ્હી : બોલિવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન ગુડૂસ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો પ્રચાર કરતા જોવા મળશે. કેન્દ્રીય ઉત્પાદ અને સીમા શુલ્ક વિભાગ બચ્ચનને જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવશે. તેમની સાથે 40 સેકન્ડની એક જાહેરાત પહેલા જ શૂટ કરી લેવામાં આવી છે. નાણા મંત્રાલયે આ વીડિયોને જાહેર કરતા ટ્વિટમાં લખ્યું કે, જીએશટી એક પહેલ એકીકૃત બજાર બનાવવા માટે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી અગાઉ બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધૂ જીએસટીની બ્રાન્ડ એમ્બેસેડર હતા. સંસદના સેન્ટ્રલ હાલમાં જીએસટીને લાગુ કરવા માટે 30 જૂને રાત્રે 12 વાગ્યે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ સમારંભ રાત્રે 11 વાગ્યે ચાલુ થશે અને મોડી રાત સુધી ચાલશે.

દેશમાં આઝાદી બાદ આ સૌથી મોટો ટેક્સ સુધાર છે. સરકારને આશા છે કે તેના કારણે બે ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને ઝડપી આગળ વધારવામાં મદદ મળશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી સાથે સાથે વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓ પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિનાં હાથે જીએસટી લોન્ચ કરાવવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.