બેઠક બાદ સી.કે પટેલનું મહત્વનું નિવેદન,”અનામત માટે સરકારનું વલણ સ્પષ્ટ નહીં”

સરકાર સાથેની પાટીદાર સંસ્થાનાં આગેવાનોની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે આ બેઠક બાદ સી.કે.પટેલે મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે,”સરકાર સાથે સમાજનાં આગેવાનોની બેઠક થઇ. સમાજનાં મુદ્દાઓને લઇને સરકાર સાથે ચર્ચા થઇ. સરકાર પાટીદાર સમાજનાં મુદ્દાઓને લઇને ચિંતિત છે. સરકારનો અભિગમ સકારાત્મક છે. સરકારને હાર્દિકની પણ ચિંતા છે.

હાર્દિકે પોતાની તંદુરસ્તીની ચિંતા કરવી જોઇએ. હાર્દિકે પારણાં કરી લેવાં જોઇએ. અનામતને લઇને સરકાર સાથે વિશેષ ચર્ચા થઇ. અનામતને લઇને સરકાર સાથે વધુ ચર્ચા કરાશે. પાટીદાર સંસ્થાઓની સરકાર સાથેની બેઠકમાં ઉકેલ ન આવ્યો. કોઈ મુદ્દાની સ્પષ્ટતા વિના સરકાર અને સંસ્થાઓની બેઠક પૂર્ણ થઇ. બે કલાકથી વધુ ચાલેલી બેઠકમાં કોઇ ચોક્કસ સમાધાન ન આવ્યું.

સરકાર અને સંસ્થાઓની બેઠકમાં કોઈ સમાધાન ન નિકળ્યું. બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા થઇ પણ અનામત માટેનું વલણ સ્પષ્ટ નહીં. હાર્દિક સિવાય સમાજ પાસે પણ મુદ્દા છે. હાર્દિકની માંગ પર સરકારની નીતિ અંગે સી.કે.પટેલની કોઇ સ્પષ્ટતા નહીં. સંસ્થાનાં પ્રતિનિધિઓ હાર્દિક સાથે ચર્ચા કરશે. અમારી લાગણી છે કે હાર્દિક પારણાં કરી લે. હાર્દિકનાં માણસોએ જ મધ્યસ્થી માટેની જવાબદારી આપી. સરકારની વાત હાર્દિક સમક્ષ રાખીશું.

Dhruv Brahmbhatt

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

3 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

4 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

4 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

4 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

5 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

5 hours ago