LPGને સ્થાને હવે સરકાર લાવશે કુકિંગ સબસિડી

સરકાર એલપીજી સબસિડીની જગ્યાએ કુકિંગ સબસિડી લાવવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારી થિંક ટૈંક નીતિ આયોગ પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) અને જૈવ ઇંધણનો ઉપયોગ કરીને ખાવાનું પકાવનાર લોકોને ફાયદો પહોંચાડવા માટે એલપીજી સબસિડીની જગ્યાએ કુકિંગ સબસિડી લાવવાનાં પ્રસ્તાવ પર કામ કરી રહેલ છે.

આ મામલે નીતિ આયોગનાં વાઇસ ચેરમેન રાજીવ કુમારે સમાચાર એજન્સી સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે, ખાવાનું પકાવવા માટે ઉપયોગ કરવામાં આવેલ દરેક પ્રકારનાં ઇંધણ પર સબસિડી લાગુ હોવી જોઇએ. વર્તમાનમાં સરકાર એલપીજીનાં ઉપયોગકર્તાઓને સબસિડી આપે છે.

તેઓએ કહ્યું કે,”નીતિ આયોગ એલપીજી સબસિડીની જગ્યાએ કુકિંગ સબસિડી લાવવાનાં પ્રસ્તાવ પર કામ કરી રહેલ છે. એલપીજી એક વિશેષ ઉત્પાદક છે, સબસિડી ખાવાનું પકાવવા માટે ઉપયોગ કરવામાં આવતાં દરેક ઉત્પાદન/ઇંધણ પર લાગુ થવી જોઇએ. કેમ કે કેટલાંક શહેર એવાં છે કે જે પીએનજીનો ઉપયોગ કરવામાં આવે છે તો તાર્કિક એ છે કે સબસિડી તેઓને પણ મળે.

કુમારે એમ પણ કહ્યું કે, એલપીજી ઉપયોગકર્તાએ મળી રહેલ સબસિડીને કારણે ગ્રામીણ વિસ્તારોમાં જૈવ ઇંધણ અને શહેરી ક્ષેત્રોમાં પીએનજી જેવાં સ્વચ્છ અને સસ્તા ઇંધણથી અપનાવવમાં ડખો કરી રહી છે. કુકિંગ સબસિડીથી સંબંધિત ફેરફાર રાષ્ટ્રીય ઉર્જા નીતિ 2030નાં ડ્રાફ્ટમાં શામેલ કરવાની સંભાવના દર્શાવવામાં આવી રહેલ છે. આ ડ્રાફ્ટ ગયા વર્ષે સાર્વજનિક કરવામાં આવ્યો હતો. આ નીતિ અંતર-મંત્રાલયી પરામર્શ બાદ કેબિનેટ દ્વારા લાવવામાં આવશે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

19 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

19 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

19 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

19 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

20 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

20 hours ago