મોદી સરકારે 73 ટીવી અને 24 એફએમ ચેનલોનું રદ કર્યું લાયસન્સ

નવી દિલ્લી: સૂચના અને પ્રસારણ મંત્રાલયે 73 ટીવી અને 24 એફએમ ચેનલો અને નવ અખબારો અને પીરિયૉડિકલ્સના લાયસન્સ રદ કરી નાંખ્યા નાંખ્યા છે. ચાલુ વર્ષમાં આ તમામ લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

રાજ્યસભામાં એક સવાલના જવાબમાં સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠોડે કહ્યું, અપલિન્કિંગ ગાઈડ લાયન્સના નિયમોનુ ઉલ્લંઘન કરવા બદલ અત્યાર સુધી 73 ટીવી ચેનલોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે અને તેમાં જસ્ટ ટીવી, ખાસ, મહુઆ પંજાબી, મહુઆ તેલુગુ, વિઝન એંટરટેનમેંટ અને ટીવી સહિત બીજી અનેક ટીવી ચેનલનો સમાવેશ થાય છે.

જ્યારે ફોકસ એનઈ, ફોકસ હરિયાણા, એસટીવી હરિયાણા, લેમન ટીવી જેવી બીજી ચેનલ્સને ઑફ એયર કરી નાખવામાં આવ્યા છે કારણ કે ગૃહ મંત્રાલયે તેને સિક્યૉરિટી ક્લિયરેંસ આપવાનો ઈનકાર કરી નાંખ્યો છે. અત્યારે દેશમાં 892 પ્રાઈવેટ સેટેલાઈટ ટીવી ચેનલ રજીસ્ટ્રેર્ડ છે.

You might also like