OBCની કેન્દ્રની યાદીમાં 15 નવી જ્ઞાતી થશે શામેલ

નવી દિલ્હીઃ સરકારે OBCની કેન્દ્રીય યાદીમાં 15 નવી જ્ઞાતીઓના નામ શામેલ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અન્ય 13 જ્ઞાતિઓમાં પરિવર્તન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ પ્રસ્તાવ પર મોહર મારવામાં આવી છે.

આઠ રાજ્યો આસમ, બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, જમ્મુ કશ્મીર અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય પછાત વર્ગ વિભાગની યાદીમાં 28 પરિવર્તન અંગે ભલામણ કરવામાં આવી હતી. જેમાં 15 નવી જ્ઞાતીનો સમાવેશ કરવા અંગે જણાવવામાં આવ્યું છે. આ સિવાય 9 જ્ઞાતીઓ કે જે ઉપજાતી છે કે પછી યાદીમાં શામેલ કરવામાં આવેલી જ્ઞાતીનું જ બીજુ નામ છે. જ્યારે અન્ય ચાર સુધારા પણ કરવામાં આવ્યાં છે.

અધિકારીના નિવેદન પ્રમાણે આ પરિવર્તન બાદ આ જ્ઞાતિના લોકોને સરકારી નોકરી અને કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓમાં અનામનો લાભ મળશે. આ સિવાય તેમને કેન્દ્ર તરફથી આપવામાં આવતી શિષ્યવૃત્તિ તથા અન્ય કલ્યાણકારી યોજાનાઓમાં પણ અનામતનો લાભ પ્રાપ્ત થશે.

એનસીબીસી કોઇ પણ જ્ઞાતી કે પછાત વર્ગમાં સમાવેશ કરવા માટેની અપીલની સમીક્ષા કરે છે, સાથે જ મુશ્કેલીઓ અંગે સુનાવણી પણ કરે છે. એનસીબીસીની ભલામણથી કેન્દ્ર સરકાર પરિવર્તન કરે છે, જે  મહત્વની હોય છે. ત્યારે કેન્દ્ર સરકાર OBCમાં ક્રીમી લેયરના નિયમોમાં છૂટછાટ આપવાનું પણ વિચારી રહી છે.

visist: sambhaavnews.com

 

You might also like