Categories: India

સરકાર ઠપ્પ કરવી તે ભાજપની રણનીતીનો એક ભાગ : સોમવારથી આક્રમક

નવી દિલ્હી : નોટબંધી મુદ્દે ગત્ત બે દિવસોમાં સંસદમાં ઘણો હોબાળો થયો છે. હોબાળા દરમિયાન સૌથી મોટુ પાસે એ પણ રહ્યું કે સંસદ ચલાવવા મુદ્દે ખુદ સરકાર પણ નિષ્ક્રીય દેખાઇ.રાજ્યસભામાં ગુલામ નબી આઝાદનાં નિવેદનનો વિરોધ કરતા સત્તાપક્ષ ભાજપે પણ વિપક્ષની જેમ હોબાળો મચાવ્યો હતો. સુત્રો અનુસાર ભાજપનો હોબાળો એક સમજી વિચારીને ઘડાયેલી રણનીતિનો ભાગ હતો.

આ રણનીતી પાછળ વડાપ્રધાન મોદી સહિત તમામ સીનિયર નેતાઓની હા હતી. ગુરૂવારે મોડી રાત્રે અને શુક્રવારે સવારે વડાપ્રધાન મોદીએ પોતાના સીનિયર મંત્રી અને પાર્ટીના નેતાઓ સાથે બે વખત મીટિંગ કરી હતી. ત્યાર બાદ નોટબંધી બાદ કયા પ્રકારે સરકાર અને ભાજપ આગળ વધશે તે અંગે રણનીતી ઘડાઇ હતી. સરકાર અને ભાજપ આ મુદ્દે આગળ વધવાનો આખો એક્શન પ્લાન બનાવી ચુકી છે.

નક્કી રણનીતી અનુસાર આગામી 48 કલાક એટલે કે રવિવાર સુધી નોટબંધીનાં મુદ્દે દેશમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ મંગાવવામાં આવશે. જે માટે ભાજપે તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદો પોતાના વિસ્તારોમાં કેમ્પ કરવા માટે જણાવ્યું છે. આ દરમિયાન તમામ એમપી પોતાના વિસ્તારનાં લોકો સાથે ચર્ચા પણ કરશે. ત્યાર બાદ તે લોકો પરત આવીને રિપોર્ટ આપશે. સરકાર આ ફીડબેક બાદ આગળ વધશે. સરકાર અને પાર્ટીનું માનવું છે કે આ મુદ્દે તેમને સંપુર્ણ સમર્થન મળી રહ્યું છે. સોમવારથી ભાજપ આક્રમક થાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ નોટબંધી મુદ્દે વિપક્ષ સામે ઝુકવાના મુદ્દે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. કોઇ પણ શરતે સરકાર ઝુંકશે નહી.

Navin Sharma

Recent Posts

રાજ્યમાં ચાર હત્યાના બનાવ: રાજકોટમાં એક દિવસમાં બે હત્યા

અમદાવાદ: રાજ્યમાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે.…

1 min ago

બે દીકરીઓ બચાવવા પાણીમાં દેરાણી- જેઠાણીએ ઝંપલાવ્યું: ચારેયનાં મોત

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢાદ ગામમાં રહેતા પરિવારની બે પુત્રીઓ અને બે મહિલાનાં નદીમાં ડૂબી જવાથી મોત નીપજતાં ભારે…

3 mins ago

રાફેલ સોદા પર ફ્રાન્સની કંપનીનો ખુલાસો: અમે જ રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી હતી

નવી દિલ્હી: ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદેના નિવેદન બાદ થયેલા હોબાળા વચ્ચે ફ્રાન્સની વિમાન કંપની દસોએ રાફેલ સોદા પર ખુલાસો…

14 mins ago

‘ચક્રવાત ડે’: દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યમાં આંધી સાથે ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી: દેશનાં અનેક રાજ્યમાં હવામાન ઓચિંતું બદલાઈ ગયું છે. ‘ચક્રવાત ડે’ના કારણે રાજધાની નવી દિલ્હી અને એનસીઆર ઉપરાંત ઓડિશા…

19 mins ago

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી: પહાડીઓ પર બરફવર્ષા, ભૂસ્ખલન

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજધાની દહેરાદૂન ઉપરાંત ઉત્તર કાશી,…

22 mins ago

CPF યોજનાને વર્લ્ડ બેન્કની મંજૂરીઃ 25 થી 30 અબજ ડોલરની સહાય મળશે

વોશિંગ્ટન: વર્લ્ડ બેન્કે ભારત માટે એક મહત્ત્વાકાંક્ષી પંચવર્ષીય 'સ્થાનિક ભાગીદારી વ્યવસ્થા' (સીપીએફ) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ…

37 mins ago