શું ગોવિંદા પણ કરશે વિજય માલ્યાની જેમ બેંક કૌભાંડ…!

શુક્રવાર રિલીઝ થયા બાદ, ગોવિંદા આગામી ફિલ્મ ‘રંગીલા રાજા’ માં સૌથી મોટા કૌભાંડીનો પાત્ર ભજવતા જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક પહલાજ નિહલાનીનું કહેવું છે કે, ગોવિંદાને ‘રંગીલા રાજા’ માં એક ખાસ પાત્ર આપ્યો છે, જે ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના આંતરરાષ્ટ્રીય કૌભાંડથી પ્રેરિત છે.

દેખીતી રીતે, ગોવિંદા એક શિષ્ટાચારી, શાંત અને સ્ત્રીઓથીરા ઘેરાયેલો એક માણસનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. તેનું પાત્ર વિજય માલ્યાના વાસ્તવિક જીવનથી પ્રેરિત છે. ફિલ્મ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. નિહલાનીએ ગત અઠવાડિયે ગોવિંદા સાથે એક ગીતનું શૂટીંગ પૂરૂં કર્યું હતું.

ગોવિંદા પહલાજ નિહલાની સાથે 35 વર્ષ પછી કામ કરશે

પહલાજે જણાવ્યું હતું કે, પાત્રો સંપૂર્ણપણે માલ્યાના કિંગફિશર કેલેન્ડરથી પ્રેરિત છે. ગોવિંદાના પાત્ર એક રહસ્ય જ રહી જશે. હું તેને ન તો નકારી રહ્યો છું કે ન સ્વીકારી રહ્યો છું. તેણે જણાવ્યું હતું કે, “ઘણા લોકોએ ગોવિંદાના પાત્ર વિશે મને પૂછ્યું છે. હું ફક્ત આટલું જ કહી શકું છું કે ગોવિંદા આ સમયનો સૌથી મોટો કૌભાંડીનો રોલ કરી રહ્યો છે.

ગોવિંદા અને નિહલાની 35 વર્ષ પછી ‘રંગીલા રાજા’માં સાથે કામ કરી રહ્યા છે, આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ કરવામાં આવશે. તેણે જણાવ્યું હતું કે, “આજે પણ ગોવિંદા તેના પ્રથમ ફિલ્મ ‘ઇલ્ઝામ’ તરીકે ઓળખાય છે. ગોવિંદા આ સમયે શ્રેષ્ઠ માવજતમાં છે અને ચિની પ્રકાશ, જેણે મારી ઘણી ફિલ્મોમાં ગોવિંદાનો નૃત્ય કોરિયોગ્રાફ કર્યો હતો, તેણે આ વખતે પણ એવો ડાન્સ કરાવ્યો છે ફક્ત ગોવિંદા જ કરી શકે છે.

Janki Banjara

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

22 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

23 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

23 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

23 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

23 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

23 hours ago