Categories: Gujarat

ફી વધારો માગનારી શહેરની ૧૨૦ શાળાઓ અંગે હવે ટૂંકમાં નિર્ણય

શહેરની જે શાળાઓએ ફી વધારાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી નહોતી કરી તેવી શહેરની ૧૨૦થી વધુ શાળઓની ફી વધારાની માગણી કરતી દરખાસ્ત અંગેનો નિર્ણય જાહેર થવાનો માર્ગ મોકળો થયો છે. શહેરની જે ખાનગી શાળાઓએ ફી વધારો માગ્યો છે. તે અંગેનો નિર્ણય ફી નિર્ધારણ કમિટી નવા વર્ષના પહેલા સપ્તાહે જાહેર કરી દેશે. તમામ શાળાઓની દરખાસ્તનું એસેસમેન્ટ તૈયાર છે. પરંતુ હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવાઈ રહી હતી. ગઈ કાલે હાઈકોર્ટે આ બાબતે ચુકાદો જાહેર કરી દેતાં જેમની દરખાસ્ત કમિટી સમક્ષ છે. તે તમામ ૧૨૦થી વધુ શાળાઓને હવે કમિટી તેનો નિર્ણય જણાવી દેશે.

જે શાળાઓ હાઈકોર્ટમાં ગઈ હતી તેવી ૯૦થી વધુ ખાનગી શાળાઓએ હાઈકોર્ટના હુકમ મુજબ ૪૫ દિવસની અંદર ફી નિર્ધારણ કમિટી સમક્ષ તેમની દરખાસ્ત રજૂ કરી દેવી પડશે. હાઈકોર્ટમાં નહીં ગયેલી ખાનગી શાળાઓ કે જેમણે ફી વધારા અંગેની દરખાસ્ત કમિટી સમક્ષ રજૂ કરેલી હતી. તેમની દરખાસ્ત બાબતે કમિટીએ નિર્ણય લઈ લીધો હતો. પરંતુ હાઈકોર્ટ તરફથી ગાઈડલાઈન જાહેર થાય નહીં ત્યાં સુધી તે અંગે નિર્ણય જાહેરાત થઈ શકે તેમ ન હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની ૨૦ ટકાથી વધુ શાળાઓએ ફી વધારા અંગેની દરખાસ્ત કરી છે. તો કેટલીક ગણતરીની શાળાઓએ દોઢ લાખ કરતાં પણ વધુ ફી માટે માગ કરી છે. ફી વધારાની દરખાસ્ત કરનારી કેટલીક ખાનગી શાળાઓ આ મુજબ છે.

એન.આર. પ્રાઇમરી સ્કૂલ એલિસબ્રિજ, જી.એલ.એસ. પ્રાઇમરી સ્કૂલ લો ગાર્ડન, સી.યુ. શાહ પ્રાઇમરી સ્કૂલ લો ગાર્ડન, સી.યુ.શાહ અપર પ્રાઇમરી સ્કૂલ લો ગાર્ડન, વેદાંત ઈન્ટરનેશનલ પ્રાઇમરી સ્કૂલ ઈસનપુર, વેદાંત ઈન્ટરનેશન સેકન્ડરી સ્કૂલ ઈસનપુર, વેદાંત ઈન્ટરનેશનલ નર્સરી ઈસનપુર, મહાત્મા ગાંધી ઈન્ટરનેશન સ્કૂલ મીઠાખળી, સર્વ યોગ્યમ્ સ્કૂલ ગુલબાઈ ટેકરા, નેલ્સન ઈન્ટરનેશનલ સ્કૂલ ઉત્તમનગર, એસ.એચ.ખારાવાલા એન્જિનિયરિંગ સ્કૂલ નવરંગપુરા, સોમ લલિત હાયર સેકન્ડરી સ્કૂલ નવરંગપુર, સોમ લલિત પ્રી. પ્રાઇમરી સ્કૂલ નવરંગપુરા, સોમ લલિત પ્રાઇમરી સ્કૂલ નવરંગપુરા, સોમ લલિત સેકન્ડરી સ્કૂલ નવરંગપુરા, કે.એસ.મોદી કિન્ટર ગાર્ડન નવરંગપુરા, તપોવન વિદ્યાલય આંબાવાડી, શ્રેયસ ફાઉન્ડેશન આંબાવાડી, સંસ્કારધામ શિશુધામ ગોધાવી, ઝાયડસ પ્રાઇમરી, ઝાયડસ સેકન્ડરી સ્કૂલ
ગોધાવી, રેડ બ્રિક્સ સ્કૂલ સેટેલાઈટ, મધર ટેરેસા સ્કૂલ શેલા, યુનાઈટેડ સેકન્ડરી સ્કૂલ વસ્ત્રાલ, માધવ ઈન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાલ, એલ.જે. પ્રાઇમરી સ્કૂલ વસ્ત્રાપુર, લક્ષ્મણ વિદ્યાપીઠ શાળા ગોધાવી, ડી.એ.વી. ઈન્ટરનેશન સ્કૂલ મકરબા, ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ ગોદરેજ ગાર્ડન સિટી, ન્યૂ શાયોના ઈન્ટરનેશનલ સ્કૂલ ઘાટલોડિયા, હીરામણિ પ્રાયમરી, હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ છારોડી, લાલજી મહેરોત્રા લાયન સ્કૂલ ઓગણજ, ગ્લોબલ મિશન પ્રાયમરી સ્કૂલ ગોધાવી, ગ્લોબલ પ્રી.પ્રાઇમરી ગોધાવી, લક્ષ્મણ પ્રાથમિક શાળા ગોધાવી, વી.આઈ. પટેલ ઈંગ્લિશ સ્કૂલ નિકોલ અને યુનાઈટેડ પ્રી. પ્રાઇમરી સ્કૂલ વસ્ત્રાલ, એક જ શાળામાં એક જ ટ્રસ્ટ હેઠળ ચાલતી પ્રી પ્રાઇમરી, પ્રાઈમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી વગેરે શાળાઓ કાર્યરત છે. જેના કારણે એક જ શાળા દ્વારા જુદાં જુદાં ધોરણો માટે ૪થી ૫ ફી વધારાની
દરખાસ્ત કરવામાં આવી છે. આવી ૪૫થી વધુ શાળાઓનો સમાવેશ થાય છે.

Navin Sharma

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

6 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

6 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

8 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

8 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

9 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

9 hours ago