GSTમાં પ્રથમ મહિને થઈ 92283 કરોડ રૂપિયાની આવક, ફાઇલ થયા 38.38 લાખ રિર્ટન..

એક જુલાઈ 2017થી સમગ્ર દેશમાં વસ્તુ અને સેવા કર (જીએસટી) લાગુ થયા બાદ પ્રથમ મહિનામાં સરકાર પાસે જીએસટીની આઇટમમાં 92283 કરોડ રૂપિયાની કર વસૂલી થઈ છે. આ અવધિ માટે કુલ 38.38 લાખ રિર્ટન દાખલ કરવામાં આવ્યા હતા. જે કુલ જીએસટી નંબર ધારકોના 64.42 ટકા છે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ મંગળવારની સાજે જણાવ્યું હતું કે જીએસટીએનમાં ઓગસ્ટ 2017 દરમિયાન રજિસ્ટર્ડ થયેલા વેપારીઓ અને કંપોઝિશન ડીલરને બાદ કરતા જુલાઇ મહિના માટે કુલ 59. 57 લાખ કારોબારીઓ કે ફર્મ દ્વારા રિર્ટન દાખલ થવુ જરૂરી હતું.

29ઓગસ્ટ 2017ની સવારે દસ વાગ્યા સુધીમાં 38.38 લાખ રિર્ટન દાખલ થયું તેનો અર્થ 64.42 ટકા વેપારીઓએ જુલાઈ મહિના માટે રિર્ટન દાખલ કર્યું છે. તેમણે જણાવ્યું કે જુલાઇ મહિના માટે 29 ઓગસ્ટ 2017ના સવારે દસ વાગ્યા સુધી જીએસટી આઇટમમાં કુલ 92283 કરોડ રૂપિયા જમા થયા હતા. આ રકમમાં સીજીએસટી આઇટમમાં 14894 કરોડ રૂપિયા એસજીએસટી આઇટમમાં 22722 કરોડ રૂપિયા અને આઇજીએસટી આઇટમમાં 47469 કરોડ રૂપિયા અને સેસમાં 7198 કરોડ રૂપિયા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જીએસટીથી પહેલાં સેન્ટ્રલ અપ્રત્યક્ષ કર વિભાગ અને રાજ્યોના વેપારી કર વિભાગ કુલ 72.33 લાખ કરદાતાઓ નોંધાયેલા હતા. આમાંથી 58.53 લાખ કરદાતાઓએ પૂર્ણ રૂપથી પોતાના માઇગ્રેશનમાં જીએસટીએનમાં કરાઇ લીધું છે. જ્યારે 13.80 લાખ કરદાતાઓના માઇગ્રેશનની પ્રક્રિયામાં કેટલાક કામ હજુ પણ બાકી છે. સરકાર અનુસાર 29 ઓગસ્ટ 2017 ના સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 18.83 લાખ નવા કરદાતાઓએ જીએસટીએનમાં નોંધણી કરાવી છે.

You might also like