GSTની ચોરી કરનાર સામે સરકારની લાલ આંખ

નવી દિલ્હી: જીએસટીમાં મે મહિનાની આવક ઘટીને ૯૪,૦૦૦ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. એપ્રિલની સરખામણીએ મે મહિનામાં ૬,૦૦૦ કરોડ કરતા પણ વધુની આવકમાં ઘટ પડી છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં જીએસટીની આવક એક લાખ કરોડની પાર પહોંચી ગઇ હતી.

જીએસટીમાં મોટા પાયા પર ટેક્સ ચોરી થઇ રહી છે તેવી ફરિયાદો બહાર આવી છે. સરકાર આ ચોરી પર અંકુશ મૂકવા મોટા પાયે અભિયાન શરૂ કરે તેવી શક્યતા છે.

ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સે આ અભિયાન શરૂ કર્યું છે. ચોરી પકડવા માટે ઇન્ટેલિજન્સ એજન્સી ઇન્વોઇસ મેચિંગની મદદ લેશે. હાલ ઓટોમોબાઇલ્સ, સ્ટીલ, રિયલ એસ્ટેટ અને પોર્ટ સર્વિસીસ જેવા સેક્ટરમાં જીએસટીની ચોરી મોટા પ્રમાણમાં થઇ રહી હોવાની વિગતો સરકાર દ્વારા કરવામાં આવેલા એક સ્ટડી રિપોર્ટમાં બહાર આવી છે.

જીએસટી અંતર્ગત ટેક્સ ચોરી કરનારાઓ સામે ન માત્ર પેનલ્ટી વસૂલવામાં આવશે, તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.

રૂ. પાંચ કરોડ સુધીની ટેક્સ ચોરી પર પેનલ્ટી લાગશે. આ પેનલ્ટી કુલ ટેક્સ ચોરીના ૧૫થી ૧૦૦ ટકા સુધી હોઇ શકે છે. પાંચ કરોડથી ઉપરની ટેક્સ ચોરી માટે એકથી પાંચ વર્ષની જેલની સજા પણ થઇ શકે છે.

You might also like