UGC, AICTE, NCTE બની જશે ઇતિહાસ, સરકાર લાવશે ન્યૂ હાયર એજ્યુકેશન ઓથોરિટી

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યૂજીસી), અખિલ ભારતીય ટેક્નિકી શિક્ષા પરિષદ (એઆઇસીટીઇ) અને નેશનલ કાઉન્સીલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એનસીટીઇ) હવે ટૂંક સમયમાં જ ઇતિહાસ બની જશે.

આવું એટલાં માટે કેમ કે આ સંસ્થાઓને ખતમ કરીને સરકાર એક નવી જ હાયર એજ્યુકેશન ઓથોરિટી બનાવવા જઇ રહી છે. આ નવી ઓથોરિટીનું ગઠન 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં થઇ જશે.

સરકારે તૈયાર કર્યું આ બિલઃ
ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર, કેન્દ્ર સરકારે આને માટે એક નવું જ બિલ તૈયાર કરી લીધું છે. હાયર એજ્યુકેશન રેગ્યૂલેટરી કાઉન્સીલ (એચઇઆરસી) નામથી તૈયાર આ બિલનાં કાયદા બની ગયા બાદ દેશભરમાં ઉચ્ચ શિક્ષાને માટે બનેલ આયોગ અને પરિષદ હવે ખતમ થઇ જશે.

આ દેશમાં હાજર દરેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થાનો માટે એક ગાઇડની જેમ કામ કરશે. આ સાથે જ નવા કોર્સ વિશે દરેકને સૂચન પણ આપશે.

નહીં મળે ગ્રાન્ટ:
જો કે આ ઓથોરિટી પાસે કોઇ પણ વિશ્વવિદ્યાલય અથવા પછી ટેક્નિકી સંસ્થાનને ગ્રાન્ટ નહીં આપી શકે. ગ્રાન્ટ માટે રેગ્યુલેટર માત્ર એચઆરડી મંત્રાલયને ભલામણ કરી શકશે. આ ડ્રોફ્ટ બિલને માનવ સંસાધન મંત્રાલયે તૈયાર કરી લીધેલ છે અને પીએમઓમાં ઘણી ઝીણવટથી જોવામાં આવેલ છે.

આ બિલને સપ્ટેમ્બરમાં યોજાનાર ચોમાસુ સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. જો કે આ નવા બિલમાં એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે રાજ્ય સરકાર અંતર્ગત આવનારા વિશ્વવિદ્યાલયો અને બી.એડ્ કરાવનાર શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાન આ બિલની હેઠળ આવશે કે નહીં.

બિલની આ વિશેષતાઃ
રેગ્યુલેટર દેશભરમાં નવા સંસ્થાન સ્થાપિત કરશે કે જ્યાંથી ક્વોલિટીની ઉચ્ચ શિક્ષા વિદ્યાર્થીઓને મળશે.
રેગ્યુલેટર શોધ અને અભ્યાસનાં નવા પ્રમાણભૂત નક્કી કરાશે.
રેગ્યુલેટર પ્રત્યેક વર્ષ દરેક વિશ્વવિદ્યાલયો અને ટેક્નિકી શિક્ષણ સંસ્થાનોનાં પરફોર્મન્સનું પણ અધ્યયન કરશે.
UGCમાં પ્રત્યેક કોર્સને માટે બનેલી અલગ-અલગ કમિટી HEERAની અંતર્ગત આવી જશે.
જો ગુણવત્તા નહીં રહે તો રેગ્યુલેટર તે સંસ્થાનમાં વિદ્યાર્થીઓનાં એડમિશન પર પ્રતિબંધ લગાવી શકશે.

You might also like