ગુજરાત સરકાર દ્વારા કેરળને 10 કરોડની સહાયની જાહેરાતઃ CM રૂપાણી

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કેરળને 10 કરોડની સહાય કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત CM વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જાહેર કરી હતી. કેરળમાં પડેલા ભારે પૂરનાં કારણે આવી હોનારત થઈ હતી. કેરળનાં પુનઃવર્સન માટે તમામ રાજ્યની સરકારે સહાયની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે કેરલમાં ભારે વરસાદને લઇને અનેક પરિવારનાં અંદાજે 2.23 લાખ જેટલાં લોકોનાં હાલ બેહાલ થઇ ગયાં છે. રાજ્યભરમાં શરૂ કરાયેલી 1568 રાહત શિબિરોમાં તેઓ હાલ આશરો લઈ રહ્યાં છે. 2 દિવસ સુધી સતત વરસી રહેલાં મુશળધાર વરસાદ પડ્યાં બાદ શુક્રવારનાં રોજ થોડોક વરસાદ ઓછો થયો છે.

જો કે હવામાન વિભાગનું એમ કહેવું છે કે, હવે આગામી દિવસોમાં આ સ્થિતિ થોડી સામાન્ય થશે પરંતુ કેટલાંક વિસ્તારમાં વરસાદનો પ્રકોપ હજી પણ અવિરતપણે ચાલુ રહેશે. આંકડા મુજબ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીનાં સપ્તાહમાં કેરલમાં સામાન્ય કરતાં સાડા 3 ગણો વધુ વરસાદ થયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પૂરગ્રસ્તની પ્રાકૃતિક મુશ્કેલી સામે ઝઝૂમી રહેલ કેરલને રૂ.500 કરોડની રાહત આપવાની જાહેરાત કરી છે. મોદીએ શનિવારનાં રોજ કેરલમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેઓએ પૂરને કારણ થયેલી અસમાયિક મોત અને સંપત્તિઓનાં નુકસાનને લઇ ભારે દુઃખ વ્યક્ત કર્યું છે.

100 વર્ષની સૌથી મોટી ભયાનક પૂર હોનારતની ઝપેટમાં આવી ગયેલ કેરલનાં હાલાતનું નિરીક્ષણ લેવા ગયેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે મુખ્યમંત્રી પિનારાઇ વિજયન તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની સમીક્ષાની બેઠક કરી. પ્રધાનમંત્રીએ પ્રદેશનાં પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું. મોદીએ પૂરથી પ્રભાવિત થયેલા કેરલને 500 કરોડ રૂપિયા આપવાની તાત્કાલિક મદદ કરવાની જાહેરાત પણ કરી છે.

You might also like