Categories: Business

GST ટેક્સ સ્લેબને ‘મર્જ’ કરવા સરકારની વિચારણા…શું થશે ફાયદો?

નવી દિલ્હી: સરકાર ૧૨ અને ૧૮ ટકાના જીએસટી ટેક્સ સ્લેબને ‘મર્જ’ ખૂબ જ ઝડપથી કરી શકે છે. એટલું જ નહીં ૨૮ ટકા ટેક્સ રેટ માત્ર લક્ઝુરિયસ ચીજવસ્તુઓ અને મોંઘી ચીજવસ્તુઓ માટે જ રાખવામાં આવે તેવી શક્યતા મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે વ્યક્ત કરી છે, જોકે તેમણે જણાવ્યું છે કે ભારત ક્યારેય સિંગલ જીએસટી રેટની સિસ્ટમને નહીં અપનાવે, પરંતુ સમય જતાં ઝીરો અને પાંચ ટકા જીએસટી ટેક્સ સ્લેબને મર્જ કરીને એક સ્લેબ, એ જ પ્રમાણે ૧૨ ટકા અને અને ૧૮ ટકા જીએસટી ટેક્સ સ્લેબને એક કરીને કોઇ એક ચોક્કસ રેટની અમલવારી આગામી દિવસોમાં થઇ શકે છે, જ્યારે મોંઘી ચીજવસ્તુઓ માટે ૨૮ ટકા જીએસટી સ્લેબ રહેશે. સરકાર આવકના મુખ્ય મુદ્દાને ધ્યાનમાં લઇને ધીમે ધીમે આગળ વધી રહી છે.

અરવિંદ સુબ્રમણ્યમે વધુમાં જણાવ્યું હતું કે હાલ જીએસટી વસૂલાતનો ડેટા ખરાબ નથી. તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં એજન્ડામાં જમીન અને રિયલ એસ્ટેટને સામેલ કર્યો હતો, પરંતુ આ મુદ્દે ચર્ચા થઇ શકી ન હતી. આ બંને સેક્ટરને જલદી જીએસટીમાં લાવી શકાય છે.

તેમણે કહ્યું કે જીએસટી કલેક્શનમાં ૧૨થી ૧૩ ટકાનો વધારો થયો છે, જેને પગલે રાજ્યોને પણ આવકમાં ઘટાડો નહીં થાય. ઉલ્લેખનીય છે કે સરકારના જીએસટી અંગેના ટેક્સ સ્લેબ અંગે વેપારીઓમાંથી જ છેલ્લા કેટલાય સમયથી વિરોધ થઇ રહ્યો છે.

કોંગ્રેસે પણ હાલના વિવિધ ટેક્સ સ્લેબ અંગે વિરોધ કર્યો હતો, જેના પગલે છેલ્લી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૧૭૮ ચીજવસ્તુ કે જે ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં સામેલ હતી તેમાં ઘટાડો કરીને ૧૮ ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે. એટલું જ નહીં કેટલીક ચીજવસ્તુઓને ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાંથી ૧૨ ટકાના ટેક્સ સ્લેબમાં લાવવામાં આવી હતી.

divyesh

Recent Posts

EVM સાથે ચેડાં કરીને BJP 50 વર્ષ સુધી સત્તા પર ચીપકી રહેશે?: શત્રુઘ્ન સિંહા

નવી દિલ્હી: ભાજપના પટણાસાહિબના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ વધુ એક વખત પક્ષ વિરુદ્ધ બાગી તેવર દેખાડ્યાં છે અને તેમણે…

8 mins ago

અંબાજી ખાતે ગબ્બરના ઢાળ પર રિક્ષા પલટી જતાં સરસપુરના દાદા-પૌત્રનાં મોત

અમદાવાદ: શહેરનાં સરસપુર વિસ્તારમાં રહેતો પરિવાર ગઇ કાલે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં દર્શન કરી બાલારામ ચામુંડા મંદિરે દર્શન કરવા…

20 mins ago

Rajkot: જમીન પચાવી પાડવા બે સગા ભાઈએ બહેનની હત્યા કરી

અમદાવાદ: રાજકોટમાં કૌટુંબિક વૃદ્ધાની કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવાના ઇરાદે બે સગા ભાઈઓએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી…

22 mins ago

પાક.ની ફરી ‘નાપાક’ હરકત: સાંબા સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ, ફાયરિંગ અને મોર્ટારમારો

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં પાકિસ્તાને ફરી એક વખત યુદ્ધવિરામ (સીઝફાયર)નો ભંગ કરીને ભારતીય સુરક્ષાદળોની પોસ્ટ પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી…

45 mins ago

તાન્ઝાનિયામાં નૌકા પલટી જતાં 44 લોકોનાં મોતઃ 400 લોકો હતા સવાર

કમ્પાલા: આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના વિક્ટોરિયા લેકમાં નૌકા પલટતાં ૪૪ લોકો મૃત્યુ પામ્યા છે. નાવમાં…

46 mins ago

ઈજાથી પરેશાન ટીમ ઇન્ડિયા સામે આજે ઘાયલ બાંગ્લાદેશી ચિત્તાઓનો પડકાર

દુબઈઃ એશિયા કપમાં પોતાનાં બંને ગ્રૂપ જીતી લઈને સુપર ફોરમાં પહોંચી ચૂકેલી ભારતીય ટીમ સામે આજે બાંગ્લાદેશના રૂપમાં હવે એક…

54 mins ago