ત્રણેય સેનાઓમાં મહિલાઓની ‘એક સમાન પદ’ પર નિમણૂંક સરકારનું લક્ષ્ય: રક્ષા પ્રધાન

રક્ષા પ્રધાન નિર્મલા સીતારણે સોમવારે કહ્યું કે મોદી સરકાર સેના, નૌસેના અને વાયુસેનામાં મહિલાઓને ‘એક સમાન પદ’ પર નિમણૂંક કરવાની દિશામાં આગળ વધી રહી છે. જો કે હજુ સુધી આ મામલે કોઇ અંતિમ નિર્ણય સુધી સરકાર પહોંચી નથી.

એક કાર્યક્રમમાં સંબોધન કરતાં રક્ષા પ્રધાન સીતારમણે કહ્યું કે સરકાર શાર્ટ સર્વિસ કમીશન હેઠળ સશસ્ત્ર દળોમાં આવેલા મહિલા અધિકારીઓને સ્થાયી કમીશન આપવા તૈયાર હતી. પરંતુ સશસ્ત્ર દળોમાં મહીલાઓની ભરતીના નિયમોને લઇને સમાનતા નથી.

જ્યાં વાયુસેનામાં મહિલાઓને ફાઇટર પાયલટ તરીકે સામેલ કરવામાં આવેલ છે. વાયુસેનામાં આ પદ સૌથી ઉપરનું માનવામાં આવે છે.

જ્યારે સેનામાં હજુ સુધી મહિલાઓની મહત્વપૂર્ણ પદ પર નિયુક્તિ કરવામાં આવેલ નથી. નૌ સેનામાં પણ મહિલાઓ સમુદ્રમાં જઇ શકતી નથી. આ ત્રણેય સેનાની પાંખ વચ્ચેની સમાનતમાં ઉણપ દર્શાવે છે. દરેક પોતાની રીતે મહિલાઓને સીમિત વિકલ્પ આપી રહ્યાં છે.

રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણે આ મામલે અલગ વલણ અપનાવામાં આવી રહ્યું છે. મે ત્રણેય સેનાઓ સાથે ઘણો સમય વ્યતિત કર્યો છે જેમાં અમે મહિલાઓને એક જેવા પદ પર નિયુક્તિ કરી શકીએ તે અંગે વિચાર્યું છે. અમે તે મામલાઓ પણ જોઇ રહ્યાં છીએ જેમાં શાર્ટ સર્વિસ કમિશનવાળી મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન માટે કોર્ટના દ્વારે પહોંચી છે.

રક્ષા પ્રધાને કહ્યું કે અમે મહિલાઓના સેનામાં પ્રવેશને લઇને ઘણા કટિબદ્ધ છીએ. જો કે કોર્ટમાં ચાલી રહેલા મામલા પર ચુકાદાની પણ રાહ જોવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો છે કે કર્ણાટક ચૂંટણીની રેલી સંબોધનમાં સેના અને સેના પ્રમુખોનું નામ લઇને વડાપ્રધાન સેનાને લઇને રાજકારણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચારમાં સેનાને લાવીને મોટી ભૂલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્જિકલ સ્ટ્રાઇકને લઇને કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યાં છે જ્યારે સેના સાથે જોડાયેલા મુદ્દાઓ પર આખો દેશ હંમેશા સાથે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસને સેના પર ગર્વ છે અને તેમની કુર્બાનીઓને સલામી આપીએ છીએ. પીએમ મોદીએ ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago