Categories: Tech

iPhone 7 અને 7 Plusને ટક્કર આપશે Googleનો Pixel અને Pixel XL

નવી દિલ્હી: હવે ગૂગલનો પોપ્યુલર સ્માર્ટફોન નેક્સસ આવશે નહીં. પરંતુ ગૂગલ હવે નેક્સસના બદલામાં Pixel અને Pixel XL સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં તેનો ફોટો અને સ્પેસિફિકેશન કથિત રૂપથી લીક થઇ ગયા છે.

4 ઓક્ટોબરે દુનિયાની સામે ગૂગલનો નવો સ્માર્ટફોન Pixel સામે આવી શકે છે. કંપનીએ આ તારીખની જાહેરાત કરી છે. પરંતુ એવું કહ્યું નથી કે તે દિવસે Pixel લોન્ચ થશે. કંપનીએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં એક સ્માર્ટફોનનું ડ્રોઇંગ, ગૂગલનો લોગો અને ઇવેન્ટની તારીખ લખી છે.

એ માટે કંપનીએ એક ખાસ વેબસાઇટ પણ બનાવી છે જે યૂઝર્સના લોકેશ આધાર પર બતાવી રહી છે કે Pixel ક્યારે લોન્ચ થશે. ભારતમાં આ તારીખ 5 ઓક્ટોબરે સાંભળવામાં આવી રહી છે.

સૂત્રો દ્વારા Sailfish અને Marlyn કોડનેમથી બનાવવામાં આી રહેલા બે નેક્સસને પિક્સલના નામથી લોન્ચ કરવામાં આવશે. એટલે કે કંપની તેનું બ્રાન્ડિંગ બદલવા જઇ રહી છે.

એન્ડ્રોઇડ પોલીસના રિપોર્ટ સાથે ગૂગલના નવા સ્માર્ટફોનની કથિત લીક ફોટો શેર કરવામાં આવ્યો છે. જો કે આ પહેલા પણ ઘણા ફોટો આવ્યા છે, પરંતુ એમાંથી આ વધારે ક્લિયર છે. બંને સ્માર્ટફોન એલ્યૂમિનીયમ ફિનિશ વાળું
છે. રિયર પેનલ ઉપર એક ફિંગરપ્રિન્ટ સ્કેનર છે અને એલઇડી ફ્લેશની બાજુમાં ત્રણ ડોટ જોવા મળી રહ્યા છે.

બંને ફોટાને જોઇને એવો અંદાજો લગાવી શકાય કે પિક્સલ 5 ઇંચ અને પિકિસલ XLનવી સ્ક્રીન 5.5 ઇંચની હશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ Android Nougat 7.1 સાથે લોન્ચ થશે જે હાલમાં આવ્યો નથી. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 820 આપવામાં આવશે.

Krupa

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

2 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

2 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

4 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

4 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

4 hours ago