Google મેપ જોવું થયું વધુ સરળ… આવ્યાં નવા ફિચર્સ

ગૂગલે ભારતમાં ગૂગલ મેપ માટે નવો ફિચર લોન્ચ કર્યો છે. આ નવા ફિચર્સ સાથે કોઇપણ સરનામું શેર કરવાનું માત્ર સરળ થશે પરંતુ તે સરનામું ઝડપથી શેર કરી શકશો. નવા ફિચર્સ સાથે કંપનીએ નેવિગેશન એપ માટે નવી ભાષાઓને સહાયકની પણ જાહેરાત કરી છે.

ભારતથી બહાર ગૂગલ મેપ્સમાં છેલ્લા કેટલા સમયથી પ્લસ કોડસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ નવા ફિચર્સને ભારતમાં પણ રોલઆઉટ કરવામાં આવ્યો છે. ગૂગલે સ્પષ્ટ કર્યું છે આ આલ્ફાન્યૂમેરિક કોડમાં પહેલા ચાર કોઇ એરિયાને બતાવે છે, જ્યારે વધારે સંખ્યા એડ કરવાથી આ જગ્યાને વધારે ઝૂમ કરી દેશે અને તે જગ્યાની વધારે જાણકરી આપશે.

આ પ્લસ કોડસને ગૂગલ મેપ એપમાં જનરેટ કરી શકાય છે અને કોઇપણ ટેક્સ મેસેજ દ્વારા તેને મોકલી પણ શકાય છે. તેના સિવાય તેને ગૂગલ સર્ચ બારમાં પેસ્ટ પણ કરી શકાય છે. આમ કરવાથી કોઇ સરનામા સાથે ગૂગલ મેપ ઓટોમેટેકલી ખુલી જાય છે.

એ઼ડ એન એડ્રેસ એક વધુ ફિચર છે જેને લઇને ગૂગલને આશા છે કે મેપમાં તે જગ્યા પણ બતાવશે જે અત્યાર સુધી નહોતી. તેના માટે કોઇ યૂઝર એક લોકેશન પર એક પિન ડ્રોપ કરી શકે છે અને ત્યારબાદ તે લોકેશન એડ્રેસ બીજા યુઝર્સને પણ જોવા મળશે. આ ક્રાઉડસોર્સિંગ ફીચર સાથે એક વેરિફિકેશન ફિલ્ટર પણ જોડવામાં આવેલ છે.

ગૂગલના નવા સ્માર્ટ એડ્રેસ સર્ચ ફિચરથી ભલે યૂઝર્સને સાચુ સરનામું ન મળે, પરંતુ કોઇ લોકેશનને સર્ચ કરી રહેલા યૂઝરને લેન્ડમાર્કસ માટે એઆઇની મદદ મળશે.

ગૂગલે ગૂગલ મેપમાં છ નવી ભારતીય ભાષાઓ માટે સપોર્ટને જોડ્યું છે. યૂઝર્સ હવે બંગાળી, ગુજરાતી, કન્નડ, તેલુગુ, તમિલ અને મલયામ ભાષામાં પણ વૉયસ નેવિગેશન સપોર્ટ મેળવી શકશે. આ અગાઉ આ સપોર્ટ માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં જોવા મળતો હતો.

You might also like