Google તમારી દરેક પ્રવૃત્તિ પર રાખે છે જાસૂસી નજર

સાન ફ્રાન્સિસ્કો: તમે ઈચ્છો કે ન ઇચ્છો, પરંતુ દિગ્ગજ સર્ચ એન્જિન કંપની ગૂગલ તમારા દરેક પગલા પર નજર રાખે છે. તમે ક્યાં જાઓ છો તેનો આખો રેકોર્ડ તેની પાસે હોય છે. ન્યૂઝ એજન્સી એસો‌શિયેટેડ પ્રેસની તપાસમાં આ વાત સામે આવી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે એન્ડ્રોઇડ અને આઇફોનમાં ગૂગલની ઘણી એવી સેવાઓ છે, જે પર્સનલ સેટિંગનો ઉપયોગ કરવા છતાં પણ તમારી વર્તમાન સ્થિતિને રેકોર્ડમાં રાખે છે. પ્રિન્સટનમાં કમ્પ્યૂટર વિજ્ઞાન સંશોધકોએ એપીના આ દાવાને સમર્થન આપ્યું છે.

મોટા ભાગની બાબતોમાં ગૂગલ તમારી સ્થિતિ સાથે જોડાયેલી જાણકારીનો ઉપયોગ કરતાં પહેલાં મંજૂરી માગે છે. ગૂગલ મેપ જેવી એપનો જો તમે ને‌િવગેશન માટે ઉપયોગ કરો તો તે તમારું લોકેશન માગે છે. જો તમે પરવાનગી આપી દો તો ગૂગલ મેપ તમને ટાઇમ લાઇનમાં હિસ્ટ્રી બતાવે છે. આ રીતે તમારી દરેક પળેપળની સ્થિતિ અંગે જાણકારી હોવી તે તમારી પ્રાઇવસી માટે જોખમી છે.

ગૂગલનું કહેવું છે કે તમે તમારી હાજરીની વિગતો બંધ કરી શકો છો, જેનાથી લોકેશન સ્ટોર થવાનું પણ બંધ થઇ જશે. તમે જ્યાં જ્યાં જશો તેની જાણકારી સ્ટોર નહીં થાય, જોકે તે સત્ય નથી. લોકેશન હિસ્ટ્રી બંધ કર્યા છતાં પણ ગૂગલ એપ તમારી મંજૂરી વગર જ જાતે લોકેશન સાથે જોડાયેલા આંકડાનો સંગ્રહ કરી લે છે.

જ્યારે તમે મેપ ખોલો છો ત્યારે ગૂગલ તમે જ્યાં છો તે સ્થાનનો સ્નેપશોટ સંગ્રહી લે છે. આ ઉપરાંત એન્ડ્રોઇડ ફોનમાં મોસમની જાણકારી આપનારી સેવા પણ તમારા લોકેશનને સ્ટોર કરે છે.

You might also like