હવે, તમે રસ્તો નહીં ભટકો, Google લાવ્યું આ ખાસ ફિચર્સ

0 3

Googleએ ગૂગલ મેપ અને મોબાઇલ સર્ચ માટે સવાલ અને જવાબ ફિચર લોન્ચ કર્યું છે. જે યૂઝર્સને તે લોકેશન વિશે જાણકારી આપવામાં આવશે, જ્યાં તેઓ જવા ઇચ્છતા હોય. જેના પર યૂઝર્સ સવાલ પૂછી શકે છે અથવા કોઇ સવાલનો જવાબ આપી શકે છે. તેઓ કોઇ જગ્યા વિશે સવાલ પૂછીને તેને ગૂગલ મેપ પર સર્ચ કરી શકે છે.

ગૂગલ મેપના એસોસિએટ પ્રોડક્ટ મેનેજર લિસા વાંગે બુધવારે લખેલા એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, પ્રશ્નોત્તર વિભાગમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. કોઇ અન્ય દ્વારા પૂછવામાં આવતા સવાલના જવાબ આપી શકો છો. અથવા કોઇના દ્વારા આપવામાં આવેલા જવાબને લાઇક કરી શકો છો અને તેને વોટ પણ આપી શકો છો.

જે જવાબોને સૌથી વધારે વોટ હાંસલ કર્યા હશે, તેને ટોપ પર રાખવામાં આવશે. જેથી સૌથી ઉપયોગી કન્ટેન્ટ આગળ રહે. આ નક્કી કરવા માટે પ્રશ્નોત્તરીવાળા સેકશનમાં ફક્ત સચોટ અને લાભદાયી સ્થાનિક માહિતી મળે, વ્યાપાર-માલિક ઘણી વખત પૂછાવામાં આવતા સવાલોના જવાબ આપી શકો.

આ ઉપરાંત કોઇ યૂઝર દ્વારા કોઇ સ્થાન વિશે જો કોઇ પ્રશ્ન પૂછવામાં આવે તો ગૂગલ તેની સૂચના વેપાર માલિકો અને અન્ય જાણકાર યૂઝર્સને આપશે કે જો તેમની પાસે આનો જવાબ છે તો તેઓ યોગદાન કરી શખે છે. જો કોઇ યૂઝરના સવાલનો જવાબ આપવામાં આવશે તો યૂઝરને પણ તેની સૂચના આપવામાં આવશે.

loading...

Leave A Reply

Your email address will not be published.