Amazon અને Apple ની સામે ગૂગલે શરૂ કરી ઓડિયો બુક્સ સર્વિસ

એમેઝોનની ઓડિબલ અને એપલની આઈબુક્સ સામે હવે ગુગલે ગઈ કાલથી ઓડિયો બુક્સ સર્વિસ શરૂ કરી છે અને પ્લેસ્ટોર પર જઈને આ એપ ડાઉનલોડ કરી શકાય છે. વળી આમાં કોઈ પણ સબસ્ક્રિપ્શન-ફી પણ નથી. ભારત સહિત ૪૫ દેશોમાં ૯ ભાષામાં પુસ્તકો એમાં ઉપલબ્ધ છે. ગૂગલ-અાસિસ્ટન્ટ તમને મનગમતી બુક તમારા માટે વાંચે છે.

આ માટે ‘ઓકે ગૂગલ, રીડ માય બુક’ એવું કહેવાનું હોય છે. જો કોઈને રાતે સૂતા પહેલાં ૨૦ મિનિટ સુધી બુક વાંચવી હોય તો ‘ઓકે ગૂગલ, સ્ટોપ પ્લેઈંગ ઈન ૨૦ મિનિટ્સ’ એવું ગૂગલ-અાસિસ્ટન્ટને કહેવાથી ૨૦ મિનિટ બાદ બુક વાંચવાનું બંધ થાય છે.

ઓડિયો બુક્સ સામાન્ય રીતે ૭થી ૧૫ ડોલર (અાશરે ૪૮૦થી ૧૦૦૦ રૂપિયા) સુધીમાં મળે છે, પણ ગૂગલ પ્લે પરથી ઓડિયો બુક ૫૦ ટકા ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય છે.

You might also like