ખુશખબર…ખુશખબર… આ સાત ક્ષેત્રોમાં વધી નોકરી

નવી દિલ્હી: 2016થી સપ્ટેમ્બર, 2017 એક વર્ષ દરમિયાન દેશમાં 2.5 ટકા રોજગારીમાં વૃદ્ધિ નોંધાઇ છે. આ સમય દરમિયાન મેન્યુફેક્ચરિંગ, શિક્ષણ, પરિવહન, વેપાર, આરોગ્ય, રેસ્ટોરન્ટ અને હોટેલ, આઇટી અને બીપીઓ વિસ્તારોમાં નવી ભરતી થઈ. આ સમયમાં માત્ર બિલ્ડીંગ ક્ષેત્રે નોકરીઓમાં ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો છે.

શ્રમ રોજગાર તરફથી આવતા ક્વાર્ટર રોજગાર સર્વે નવા અહેવાલ પ્રમાણે આ હકીકત બહાર આવી છે. બ્યુરો એપ્રિલ, 2016થી આ બધાનો અહેવાલ બહાર પાડવામાં આવશે.

આ હેઠળ કૃષિ સિવાયના અન્ય 8 ક્ષેત્રોમાં નોકરીની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. આમાં મેન્યુફેક્ચરિંગ, શિક્ષણ, પરિવહન, બાંધકામ, વેપાર, આરોગ્ય, હોટેલ અને રેસ્ટોરન્ટ આ ઉંપરાત આઇટી અને બીપીઓનો પણ સમાવેશ થાય છે.

આ આઠ ક્ષેત્રોમાં સંગઠિત ક્ષેત્રની 81 ટકા જેટલા એકમોનો  સમાવેશ થાય છે,જેમાં છઠ્ઠા આર્થિક ગણતરીના અહેવાલ મુજબ 10 અથવા વધુ લોકો કામ કરે છે.

આમાં તૈયાર કરાયેલ પ્રથમ અહેવાલમાં 1 એપ્રિલ, 2016 સુધીમાં 8 ક્ષેત્રોમાં કુલ 205.22 લાખ નોકરીની શોધ થઈ હતી. ત્યારબાદ દરેક ક્ષેત્રોમાં આ આંકડા વધી રહ્યા છે. 30 જુન, 2016ના અંત સુધીના ક્વાર્ટરમાં 77 હજાર, જ્યારે 30 સપ્ટેમ્બર, 2016 અંતના ક્વાર્ટરમાં 32 હજાર વધારો  થયો હતો.

આ જ રીતે આગામી ક્વાર્ટરની રોજગારીમાં 1.22 લાખ, 1.85 લાખ અને 64 હજારની વૃદ્ધિ થતી જોવા મળી છે.

You might also like