OMG! મકાનના ખોદકામ દરમિયાન સોનાના સિક્કા ભરેલો મળ્યો ઘડો….

બ્રિટની: આમ તો સામાન્ય રીતે વાર્તાઓમાં સોનામહોર ભરેલો ઘડો મળી આવવાની વાત આપણે ઘણીવાર સાંભળી છે પણ ફ્રાન્સના પશ્વિમ વિસ્તારમાં એક ખંડેર મકાનને તોડવાનું કામ ચાલતું હતું ત્યારે આ મકાનમાંથી એક સોનાનો દલ્લો ભરેલો ઘડો મળી આવ્યો હતો.

ખાલી પડેલા આ મકાનની તોડફોડ કરવા માટે જ્યારે એક ટીમ ગઈ હતી ત્યારે આ મકાનના ખોદકામ દરમિયાન સોનાના સિક્કા ભરેલો એક ઘડો મળી આવ્યો હતો. પોન્ટ એવનના બ્રિટની શહેરમાં આવેલા એક મકાનને તોડવાનું કામ કરતા મજૂરોને એકાએક માટીમાંથી એક ઘડો મળ્યો હતો.

તેથી મજૂરોએ તેને હલાવતાં તેમાંથી કોઈ ધાતુ ખખડવાનો અવાજ આવતા તેને ખોલવામાં આ‍વતાં ઘડામાંથી ૬૦૦ બેલ્જિયમ સોનાના સિકકા મળ્યા હતા. આ સિકકા ૧૮૭૦ની સાલના હોવાનું બહાર આવ્યું છે.આ સોનાના સિક્કા પર કિંગ લિયોપોલ્ડજ-૨નો સ્ટેમ્પ(છાપ) હતી. આ રાજાએ એટલે કે કિંગ લિયોપોલ્ડજે ૧૮૬૫થી ૧૯૦૯ સુધી શાસન કર્યુ હતુ.

દરમિયાન આ સોનાના સિક્કા ભરેલા ઘડાને હાલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. તેની કિંમત અંગે હાલ કોઈ જાણકારી મળી નથી. પણ એક સ્થાનિક અખબારમાં દાવો કરવામા આવ્યો છે કે આ સોનાની કિંમત એક લાખ યુરો(૧,૧૮,૦૦૦ ડોલર) હોઈ શકે છે. ત્યારે ફ્રાન્સ સરકારના નિયમ મુજબ મકાન માલિક અને સોનું શોધનારાને ૫૦ -૫૦ ટકા સોનું વહેંચાશે.
આ મકાનમાંથી જે સોનું મળ્યુ છે તેની તેની તેના મકાનમાલિકને કોઈ જ નવાઈ નથી લાગી કારણ તેના દાદા કોઈન કલેકટર હતા.

You might also like