સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી

અમદાવાદ: આજે શરૂઆતે સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ૦.રપ ટકા વ્યાજ દર વધારાના નિર્ણય કરાતા તથા ચાલુ વર્ષમાં વધુ બે વખત વ્યાજ દરમાં વધારો થઇ શકે છે તેવા સંકેતો આપતાં વૈશ્વિક બુલિયન બજારમાં તેની સકારાત્મક અસર જોવા મળી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૩૦૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળ્યું હતું. દરમિયાન આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ રૂપિયા ૧૦૦ના સુધારે ૩ર૦૦૦ની સપાટીએ ખુલ્યો હતો. ચાંદીમાં પણ રૂપિયા ર૦૦નો ઉછાળો નોંધાઇ ૪૧ર૦૦ની સપાટીએ ભાવ જોવા મળ્યો હતો.

બુલિયન બજારના જાણકારના જણાવ્યા પ્રમાણે ઇક્વિટી બજારમાં જોવા મળેલા ઘટાડા તથા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત આપતાં મોટા ફંડોની તથા રોકાણકારોની લેવાલી પાછળ સોનાના ભાવમાં વધુ સુધારાની ચાલ જોવા મળી હતી.

You might also like