VIDEO: પંચમહાલનાં કાલોલ તાલુકાનાં ચલાલી ગામે બોગસ તબીબની ધરપકડ

0 19

પંચમહાલઃ કાલોલ તાલુકાનાં ચલાલી ગામે એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. ગોધરા SOGએ રેડ કરી આ બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. રેડ દરમ્યાન તપાસમાં તબીબ પાસેથી તેની ડિગ્રીનાં કોઈ પુરાવા મળી શક્યાં ન હતાં.

જેમાં મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી ગોપાલ હલદર નામનાં બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. આ ડૉક્ટર છેલ્લાં 10 વર્ષથી ચલાલી ગામમાં દવાખાનું ચલાવતો હતો. આ બોગસ ડૉક્ટરને લઈ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.

કારણ કે 10 વર્ષથી લોકોનાં આરોગ્ય સાથે છેડા કરતાં આ ડૉક્ટર સામે તંત્રની નજર કેમ ન પડી. જો કે હાલ તો આ ડૉક્ટરને ઝડપીને તેની ઉપર વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.