Categories: Dharm

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ

ભગવાન શ્રીહરિ વિષ્ણુઅે એક યુગમાં ૨૪ અવતાર લીધા છે. તેમાં તેમના દશાવતાર ખૂબ લોકપ્રિય છે. તેમના અાઠમા અવતાર તરીકે શ્રીકૃષ્ણ છે. નંદબાબા તથા યશોદા માતા માટે શ્રીકૃષ્ણ તેમનો શ્વાસ છે. તેમનામાં એકજીવ થયેલા નંદબાબા તથા યશોદા મૈયા એમ જ માને છે કે તેઅો જ શ્રીકૃષ્ણનાં સાચાં માતા પિતા છે. કેટલું પરમ એકત્ત્વ?

સાંદીપનિ મુનિ અાશ્રમમાં ભણતા તમામ શિષ્ય સહિત સુદામાજી પણ પોતાના પરમ સખા શ્રીકૃષ્ણને માને છે. સુદામાજી થોડા સ્વાર્થી ખરા. શ્રીકૃષ્ણના ચણા તેઅો બ્રાહ્મણનો જીવ હોવાથી ખાઈ જાય છે. શ્રીકૃષ્ણ બધું જાણે છે છતાં કાંઈ જ નથી બન્યું તેમ ચલાવે છે. સુદામાજીને એક મૂઠી પૌઅા (તાંદુલ)ના બદલામાં કેટલુ અખૂટ અૈશ્વર્ય અાપે છે. અા છે તેમનું સખત્વ.

અર્જુન શ્રેષ્ઠ પાંડુ પુત્ર અર્જુન. અજેય યોદ્ધા અર્જુન. ઇન્દ્રપુત્ર અર્જુન. શ્રીકૃષ્ણનો પરમ મિત્ર અર્જુન. અાહાહા, બંને વચ્ચે કેટલું અતૂટ બંધન. અર્જુનના સ્નેહવશ થઈ તેઅો વચન અાપી બેસે છે કે પાંચેય પાંડવમાંથી એક પણ પાંડુ પુત્ર અોછો થશે તો તે પણ જીવ કાઢી નાખશે. કેટલું પરમ મિત્રત્વ, કેટું ઉમદા સખત્વ?

દ્રૌપદીજી, શ્રીકૃષ્ણના પરમ સખા, એક વખત દ્રૌપદી રજસ્વલા હતાં. તે વખતે શ્રીકૃષ્ણની અાંગળીમાં કાંઈક વાગ્યું. તેમના હાથમાંથી રક્તધારા વહેવા લાગી. દ્રૌપદીઅે તેમનું વસ્ત્ર ફાડી પાટો બાંધી દીધો. પાંડવો જુગારમાં દ્રૌપદી સહિત તમામ રાજપાટ હારી ગયા. દુષ્ટ દુર્યોધન દુઃશાસનને અાજ્ઞા કરે છે, દ્રૌપદીને અહીં લઈ અાવ તે વખતે પણ દ્રૌપદી રજસ્વલા હતાં. દુઃશાસન તેમનો ચોટલો પકડીને અર્ધનગ્નાવસ્થામાં કુરુ સભામાં ખેંચી લાવે છે. સમાજના શ્રેષ્ઠ કુરુજનો સહિત ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, ગાંધારી કાંઈ જ બોલી શકતાં નથી. બધાંઅે દુર્યોધનનું અન્ન ખાધું છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હોય છે. લાચાર દ્રૌપદી શ્રીકૃષ્ણને મનોમન અરજ કરે છે. શ્રીકૃષ્ણ અંતરીક્ષમાંથી તેને રક્ષણ પૂરું પાડે છે.

દુષ્ટ દુઃશાસન વસ્ત્રાહરણ કરતાં કરતાં થાકી જાય છે. દ્રૌપદી નિર્વસ્ત્ર થતાં નથી. તેમણે શ્રીકૃષ્ણને જે પાટો બાંધ્યો હોય છે તેમાં એક હજાર તાર હતા. શ્રીકૃષ્ણઅે તેમને એક હજાર સાડી તેના બદલામાં પૂરી પાડી તેમની મર્યાદા બચાવી હતી. કેટલી ઉદ્દાત ભાવના.

શ્રીકૃષ્ણને તમે ગમે તે ભાવથી ભજો. તમે તેને દુશ્મન સ્વરૂપે ભજશો તો પણ તેઅો તમારો મોક્ષ કરશે. તેમના જેટલા દયાળુ અા ત્રિલોકમાં નથી. અધાસુર, બકાસુર, ચાણુર, મુષ્ટિક, કંસની પ્રિય દાસી કુબજા, મામા કંસ તમામનો મોક્ષ કર્યો. કુબજા શ્રીકૃષ્ણને કંસ વધ કરવા અાવેલા શ્રીકૃષ્ણ બલરામને કંસનું ચંદન અાપવા ઇનકાર કરતાં કહે છે કે અા તો દુષ્ટ કંસનું ચંદન છે. તમને કેવી રીતે અાપું?

પરંતુ મનોમન તે કટોરીમાંથી ચંદન શ્રીકૃષ્ણના ઉપર માનસિક રીતે લગાવે છે. શ્રીકૃષ્ણે એક લાત તેના બરડામાં પ્રેમથી મારી તેને કુબજામાંથી મથુરાની સંપૂર્ણ સુંદરી મિસ મથુરા જેટલી રૂપાળી બનાવે છે. શ્રીકૃષ્ણનું અા પરમ સ્વરૂપ છે. કેટલું દિવ્ય? રાધાજી તો શ્રીકૃષ્ણનો અાત્મા, તેમના વગર શ્રીકૃષ્ણને એક પળ ન ચાલે. ગોકુળ, વૃંદાવનની મથુરાની રેતીમાં તો ભક્તો અાજે પણ ચાલે છે. તેમને શ્રીકૃષ્ણની ચરણરજમાં અાળોટ્યાનો પરમ અાનંદ પ્રાપ્ત થાય છે.  અાહાહા ભગવાન શ્રીકૃષ્ણ કેટલા દિવ્ય છે. જે તેમનાં શરણમાં જાય છે. તે બધા પરમ અાનંદમાં અાવી જાય છે. તેમનો મોક્ષ થઈ
જાય છે.•

divyesh

Recent Posts

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

40 mins ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

1 hour ago

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

2 hours ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

3 hours ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

3 hours ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

4 hours ago