બુદ્ધઃ કોઈ ખોટા આડંબર નહીં માત્ર વાસ્તવિકતાની જ કરી છે વાતો

બુદ્ધ ભગવાને પોતાનો મોટા ભાગનો ઉપદેશ સૂત્રાત્મકમાં આપેલ છે. કયાંય પણ ખોટા ઓઠા અને ચમત્કાર ઉક્ત કોઈ વાત કરી જ નથી,તેઓ પ્યોરલી સત્યને વરેલા મહામાનવ હતા, તે તેમની મહાનતા છે, તેમણે માત્રને માત્ર ચારિત્ર,અને ચિત્ત શુદ્ધિ પર જ બધું જોર દીધું છે, તેઓએ કોઈ પણ જાતના ખોટા આડંબરનો આશરો લીધો નથી,કે કોઈ જાતના ચમત્કારોની વાત સુદ્ધાં કરી જ નથી.તે તેમના ધર્મની મોટામાં મોટી મહાન વિશેષતા છે,

તેઓએ આજના ધર્માત્માની જેમ કયાંય પણ સ્વર્ગનો લોભ, નર્કનો ભય, બ્રહ્મનો આનંદ, જન્મ મરણનાં દુઃખો, ભવસાગર તરવાની વાતો. કોઈ પણ જાતના ચમત્કાર યુક્ત ખોટી વાતો કોઈપણ પ્રકારની બીજી આશાઓમાં કોઈને સ્થીર કર્યાજ નથી તેમજ કોઈપણ પ્રકારની ભયગ્રસ્ત વાત સુધ્ધાં કરી જ નથી, તે તેમની મહાનતા છે,

જે વસ્તુ વાસ્તવિક રીતે અસ્તિત્વ જ ધરાવતી નથી તે બાબતને મહત્વ આપવું તે સો ટકા મુર્ખામી જ છે.તેઓએ ક્યાંય પણ અવાસ્તવિક વાતને ટચ સુદ્ધાં કરેલ નથી,.આમ તેમણે આત્મા પરમાત્માની વાત સુદ્ધાં કરી નથી, તેઓ માનતા કે જયારે માણસ સમાધિ અવસ્થા પ્રાપ્ર્ત કરશે ત્યારે તેને બધી જ જાણ થઇ જ જવાની છે, માટે પહેલા તેને ભ્રમમાં શા માટે નાખવો, માટે,સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા પરજ જોર દીધું છે.

આમ જીવનમાં આંતરિક રીતે શુદ્ધ થવા,અને આમે આંતરિક શુદ્ધતા એ જ જીવનની સિદ્ધિ છે.એટલે કે માણસના ચારિત્ર ઘડતર પર જ જોર દીધું છે ને કોઈ પણ જાતના આંબા આંબલી બતાવવાની વાત સુદ્ધાં તેમણે પોતાના ઉપદેશમાં કરી જ નથી, જયારે આજના સંપ્રદાયો, પંથો અને ધર્મના ધર્માત્માઓ તો માત્ર આંબા આંબલી બતાવી, નરકની ભયાનકતા દર્શાવે છે, ને સ્વર્ગની જાહોજલાલી બતાવે છે ને ચમત્કારોની વાતો કરીને, માણસોને ભય ગ્રસ્ત અને ભ્રમ ગ્રસ્ત કરવાનું મોટા પાયે કામ કરે છે અને હવનો કરી પુણ્ય પ્રાપ્ત થાય છે તેવું જણાવે છે.

આવું બુદ્ધ ભગવાને કોઈ પણ જાતનું જે વાસ્તવિક રીતે જે વસ્તુ સામી જોઈ શકાય નહીં તેવી કોઈ વાત કરી નથી, એટલેકે અવાસ્તવિક વાતથી તેઓ સાવજ અલગ રહ્યા છે તે જ તેનાં ધર્મની મહાનતા છે, આમ  જગતનો ધર્મ વાસ્તવિકતા પર જ ઊભો છે તે હકીકત છે.•

You might also like