Categories: India

દેશની પ્રથમ ડેબલ ડેકર ગોવા-મુંબઈ એસી શતાબ્દી ટ્રેન શરૂ

પણજી: રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પ્રથમ ગોવા-મુંબઈ ડબલ ડેકર એરકન્ડિશન્ડ શતાબ્દી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ ટ્રેન ગોવાના મડગાંવ સ્ટેશન અને મુંબઈના લોકમાન્ય ટીળક સ્ટેશન વચ્ચે અઠવાડિયામાં ત્રણ વાર દોડશે.

રેલવે પ્રધાને પણજીથી વીડિયો કોન્ફરસિંગ દ્વારા ડબલ ડેકર શતાબ્દીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ સમયે તેમની સાથે ગોવાના મુખ્યપ્રધાન લક્ષ્મીકાંત પારસેકર અને કેન્દ્રીય આયુષ રાજ્ય પ્રધાન શ્રીપાદ નાઈક પણ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે પારસેકરે જણાવ્યું હતું કે આ દેશમાં પ્રથમ ડબલ ડેકર શતાબ્દી છે અને તેમાંથી પ્રવાસનને વેગ મળશે. તેમણે જણાવ્યું હતું કે પ્રવાસીઓ હવે વધુ સંખ્યામાં અને વધુ સુવિધા સાથે ગોવા આવી શકશે. મને એ વાતનો આનંદ છે કે આ ટ્રેન પ્રથમ એરકન્ડિશન ડબલ ડેકર શતાબ્દી ટ્રેન છે.

આ ટ્રેનમાં આઠ કોચ રહેશે. પ્રત્યેક કોચમાં ૧૨૦ સીટ છે. મડગાંવથી લોકમાન્ય તિળક રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર આ ટ્રેન ૧૨ કલાકમાં કાપશે.

admin

Recent Posts

શું તમારા વાળ કર્લી છે.. તો આ છે સ્ટાઇલિશ ટિપ્સ….

વાંકડીયા વાળમાં સુંદર હેર કટ લેવો હોય અથવા તેને સ્ટાઇલિશ કરવા હોય તો તેમાં કોઇ શંકા નથી કે તેને મેનેજ…

27 mins ago

PM મોદી ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે, પરિયોજનાઓનો કરશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર બે રાજ્ય ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે જશે. પીએમ મોદી આ બંને રાજ્યોમાં અનેક પરિયોજનાઓનો શુભારંભ કરશે.…

1 hour ago

ગાંધીનગર: કમલમ્ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, લોકસભા ચૂંટણી અંગે રોડમેપ થશે તૈયાર

ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠક મળશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગેના…

1 hour ago

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

11 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

12 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

12 hours ago