ગોવામાં પારિકર સરકાર ખતરામાંઃ BJPના ત્રણ ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં

પણજી: ગોવામાં નાદુરસ્ત તબિયતના કારણે મુખ્યપ્રધાન પારિકરની ઘટતી જતી સક્રિયતા વચ્ચે કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે શાસક ભાજપના ત્રણ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે અને આ ત્રણ ધારાસભ્યોનાં સમર્થન સાથે કોંગ્રેસ ગોવામાં મનોહર પારિકરના નેતૃત્વની ગઠબંધન સરકારને ઊથલાવી શકે છે.

જોકે ભાજપે કોંગ્રેસના આ દાવાને ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે કોંગ્રેસ માત્ર લોકોને મૂર્ખ બનાવી રહી છે. ગોવા કોંગ્રેસના પ્રવકતા અને ધારાસભ્ય દયાનંદ સોપ્ટેએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે ભાજપના ત્રણ ધારાસભ્યો મનોહર પારિકરની સરકારને ઊથલાવવા માટે કોંગ્રેસમાં સામેલ થવા તૈયાર છે અને તેઓ કોંગ્રેસ પક્ષના સતત સંપર્કમાં છે. જોકે તેમણે આ ધારાસભ્યોનાં નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

સોપ્ટેએ જણાવ્યું હતું કે મને આજે અખબારોના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જઇ શકે છે. મને લાગેવળગે છે ત્યાં સુધી કોઇએ મારો સંપર્ક કર્યો નથી કે ન તો મંે કોઇનો સંપર્ક કર્યો છે. આ ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલી અફવા છે. તેમણે તેનાથી વિપરીત દાવો કરતાં જણાવ્યું હતું કે ભાજપના ત્રણ ધારાસભ્યે અમારો સંપર્ક કર્યો છે. કોંગ્રેસના ૪૦ સભ્યના ગૃહમાં ૧૬ ધારાસભ્ય છે. જો ભાજપના ત્રણ ધારાસભ્ય આવી જાય તો સત્તારૂઢ સરકાર લઘુમતીમાં મુકાઇ શકે છે.

You might also like