ઉંમર છુપાવવી હોય તો ચહેરાની કસરત કરો

ચહેરાની નિયમિત કસરત ઉંમરની અસરને છુપાવવામાં અસરકારક પુરવાર થાય છે. સંશોધકોએ ૪૦થી ૬પ વર્ષની મહિલાઓને આવરી લઇને કરેલા અભ્યાસના આધારે જણાયું હતું કે રોજ કે એકાંતરે ૩૦ મિનિટ માટે ચહેરાની કસરત કરનારી મહિલાઓ તેમની ઉંમર કરતાં વધુ યુવાન લાગે છે.

ચહેરાની કસરથી વ્યક્તિના દેખાવ પર પડતી અસરો માટે કરાયેલા આ પ્રથમ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે કસરતને કારણે ચહેરાના મસલ્સ ખેંચાઇને તંગ બને છે જેથી ચહેરાને એક ઘાટ મળે છે તેમ જ એ વધુ ટોન્ડ અને યુવાન રહે છે.

આમ મોંઘીદાટ સારવાર અને કોસ્મેટિક્સ સ્થાને માત્ર ચહેરાની કસરત ચહેરા પરથી ઉંમરની અસર દૂર કરવામાં મદદરૂપ બનશે.

You might also like