VIDEO: ગીર સોમનાથઃ 4 સિંહ બાળને વ્હાલ કરતી સિંહણનો અદભુત વીડિયો વાયરલ

ગીર સોમનાથઃ જિલ્લાનાં ગીરનાં જંગલમાં સિંહણનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિંહણ તેનાં 4 સિંહ બાળ સાથે છાંયડામાં પ્રેમ કરતી જોવાં મળે છે. આ વીડિયોમાં સિંહણ તેનાં સિંહ બાળ સાથે પ્રેમ કરતી જોવા મળી રહી છે. જો કે વીડિયો જોતાં એવું લાગે છે કે આ 4 સિંહ બાળ 1 મહિનાનાં હોય તેવું લાગી રહ્યું છે.

આ વાયરલ વીડિયોમાં 4 સિંહ બાળ નોર્મલ દેખાય છે. મહત્વનું છે કે ગીરનાં જંગલમાં સિંહ-સિંહણનાં વીડિયો અવારનવાર વાયરલ થતાં હોય છે ત્યારે વધુ એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં સિંહણનો એક અદભુત વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે હાલમાં સતત આગનાં ગોળા વરસી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આટલી ગરમીમાં મનુષ્ય સહિત પશુ-પક્ષીઓ પણ છાંયડાનો આશરો મળે તેવી રાહ જોઇ રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં ગીરનાં જંગલમાં જ સિંહણ તેનાં 4 સિંહ બાળ સાથે છાંયડામાં પ્રેમ કરતી જોવાં મળી રહી છે કે જેનો વીડિયો વાયરલ થયો છે.

You might also like