VIDEO: ગીર સોમનાથનાં 10થી વધુ ગામનાં ખેડૂતોમાં પાણી મુદ્દે ઉગ્ર રોષ, આંદોલનની આપી ચીમકી

ગીર સોમનાથઃ પાણીનાં પ્રશ્નને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાણીની પારાવાર સમસ્યાનાં વિરોધમાં 10થી વધુ ગામનાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં એકઠાં થયાં અને રોષ વ્યક્ત કર્યો હતો.

કેનાલનું પાણી અચાનક જ બંધ કરી દેવાતાં આ ખેડૂતો ભારે રોષે ભરાયાં છે. ખેડૂતો પાકને લઈને ચિંતિત હોવાંથી તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો પાંચ દિવસમાં તેઓને પાણી નહીં મળે તો તેઓ હવે ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવશે.

ઉલ્લેખનીય છે કે હવે ઉનાળાની સીઝન શરૂ થઇ ગઇ છે. ઉનાળો આવતાં જ હવે ખેડૂતો માટે પાણી એ એક ગંભીર સમસ્યા બની ગઇ છે. ઉનાળામાં પાણી હવે ખેડૂતો માટે માથાનો દૂખાવો બની ગયો છે.

સરકારે હિરણ એક અને બે એમ બંને ડેમને સિંચાઇનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે. જેથી 10થી વધુ ગામનાં ખેડૂતો ઉગ્ર રોષે ભરાયાં છે અને 3 દિવસ સુધી ક્લેક્ટર કચેરી ખાતે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે.

ગીર સોમનાથ જિલ્લાનાં 10થી વધુ ગામનાં ખેડૂતો હવે આંદોલન પર ઉતરવા મજબૂર થયાં છે. ખેડૂતોનું એવું કહેવું છે કે જો ઉનાળાનાં સમયમાં પાણી નહીં મળે તો તેઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવશે. જેથી તેઓએ પાણીની આ ગંભીર સમસ્યાને લઇ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

You might also like