VIDEO: અંબુજા સિમેન્ટનાં પ્લાન્ટથી ખેડૂતોની જમીન બરબાદ, પર્યાવરણ-પાકને માઠી અસર, ખેડૂતોનો મદદનો પોકાર

ગીર સોમનાથઃ જિલ્લાનાં કોડીનારનાં ખેડૂતો માટે અંબુજા સિમેન્ટ પ્લાન્ટ આફત લઇને આવ્યો છે. અંબુજા સિમેન્ટ પ્લાન્ટથી ખેડૂતોની કરોડોની જમીન બરબાદ થતાં ખેડૂતો સરકાર સામે આજીજી કરી રહ્યાં છે. ભારે ડસ્ટીંગનાં કારણે ખેડૂતો ભારે પરેશાન થઇ ગયાં છે. કેમિકલ યુક્ત પાણીથી ખેતરોમાં ઊભેલા લીલાપાક ભૂરા રંગનાં થઈ ગયાં છે.

સિમેન્ટનાં ડસ્ટથી કોડીનાર તાલુકાની 2200 વીઘા જમીનને નુકસાન થઈ રહ્યું છે. આ ડસ્ટથી ખેડૂતોનો તૈયાર ઉનાળુ પાક નિષ્ફળ જવાની સંભાવના છે. અંબુજાની ડસ્ટથી કેરી પર સિમેન્ટનાં થર જામી ગયાં છે. નારિયેળ, શેરડીનાં પાકને પણ નુકસાન થઇ રહ્યું છે.

કોડીનારનાં મામલતદારે ખેડૂતોની રજૂઆત ઉચ્ચકક્ષાએ પહોંચાડવાની ખાતરી આપી હતી. ખેડૂતો એવા આરોપ લગાવી રહ્યાં છે કે, સરકાર ખેડૂ ત વિરોધી હોય તેવું લાગે છે. સરકાર જ કંપનીને છાવરતી હોઈ તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં GPCB દ્વારા કોઈ જ પગલાં લેવાયાં નથી.

જયારે અંબુજા કંપનીનાં અધિકારી મહેશ્વરી સાથે VTVએ ડસ્ટીંગનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કેમેરા સામે બોલવા સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને GPCB પાસે જવાબ માંગવાનું પણ કહ્યું હતું. જેથી તંત્ર સામે અનેક સવાલો ઊભાં થાય છે. કે કેમ અંબુજા સિમેન્ટનાં પ્લાન્ટ સામે પગલાં લેવાતા નથી.

શા માટે GPCB અંબુજા સિમેન્ટનાં પ્લાન્ટ સામે મૌન છે. ખેડૂતોને થયેલાં નુકસાની ભરપાઈ કોણ કરશે. શા કારણેથી સરકાર અંબુજા સામે આંખ મીંચી રહી છે. ખેડૂતોનાં પડખે કેમ કોઇ નેતા કે અધિકારીઓ નથી.

શું GPCB અને કંપનીની સાંઠગાંઠ છે. શું GPCB હપ્તા લઈને કંપની સામે કાર્યવાહી કરતી નથી. GPCB હપ્તા લઈને મામલો દબાવવા માગે છે. ખેડૂતોનું કેમ GPCB પણ સાંભળતી નથી. એવાં તમામ પ્રકારનાં સવાલો ઊભા થાય છે.

જે નજીક ના વિસ્તાર માં આવેલી આશરે 2200 વીઘા જમીન માં એક કવર ની જેમ પથરાય જતા ખેડૂતો ના ખેતરો માં ઉભેલા લીલા છં પાક અચાનક લાલ અને ભૂખરા થઈ ગયા , ખેડૂતો ના કેહવા મુજબ કંપની દરરોજ આવી રીતે કેમિકલ હવામાં ઉડાવે છે વારંવાર ખેડૂતો કંપની ને વિનંતી કરીયે છીએ પરંતુ આ કંપની અમારી વાત કાને ધરતી નથી

ખેડૂતોએ ઠાલવ્યો આક્રોષઃ
કહ્યું કે, અમારી 2200 વીઘા જમીનમાં કેમિકલનાં પડ પથરાયાં છે. અમારી આંખોમાં બળતરા થાય છે. પાક લેવો પણ અમારે માટે મુશ્કેલ બની ગયો છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં અંબુજા નામનાં સિમેન્ટ પ્લાન્ટમાં ખામી સર્જાતા ભારે ડસ્ટીંગ થયું છે. ભારે ડસ્ટીંગનાં કારણે ખેડૂતો પરેશાન છે.

2 દિવસ પહેલા અંબુજાનાં ગજ અંબુજા પ્લાન્ટમાં એકાએક જ ગુબ્બારા છૂટ્યાં હતાં. 10 કિ.મી. સુધી નજરે નિહાળી શકાય એવાં આ ગુબ્બારા કંપનીની મશીનરીમાં ખામી સર્જાવાનાં કારણે છૂટ્યાં હતાં.

જે નજીકનાં વિસ્તારમાં આવેલી આશરે 2200 વીઘા જમીનમાં એક કવરની જેમ પથરાઇ જતાં ખેડૂતોનાં ખેતરોમાં ઊભેલા લીલાછમ પાક અચાનક લાલ અને ભૂખરા થઈ ગયાં છે. ખેડૂતોનાં કહેવા મુજબ કંપની દરરોજ આવી રીતે કેમિકલ હવામાં ઉડાડે છે. વારંવાર ખેડૂતો કંપનીને વિનંતી કરે છે પરંતુ આ કંપની અમારી વાત કાને ધરતી નથી.

કંપની દ્વારા કેમિકલ યુક્ત ડસ્ટ છોડાતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. ખેડૂતોએ કોડીનાર મામલતદારને આવેદન પાઠવી કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવા અને ખેડૂતોનાં પાકનાં નુકશાનનું વળતર આપવાની માંગ કરી છે.

બીજી તરફ કોડીનાર નાયબ મામલતદાર પ્રતાપસિંહ ગોહિલે ખેડૂતોનું આવેદન સ્વીકારી ખેડૂતોની રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની વિશેષ ખાતરી આપી છે.

ખેડૂતો એવાં આરોપ લગાવી રહ્યાં છે કે સરકાર ખેડૂત વિરોધી હોય તેવું લાગે છે તેમજ સરકાર જ કંપનીને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોનાં કહેવા મુજબ વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કંપની સામે કોઈ જ કાર્યવાહી થઇ નથી. જે ડિપાર્ટમેન્ટ પર્યાવરણ મુદ્દે તપાસ કરે છે તેને ખરીદી લેવામાં આવે છે.

બીજી તરફ અંબુજા કંપનીનાં અધિકારી માહેશ્વરી સાથે અમારી ટીમે વાત કરી અને ડસ્ટીંગનું સત્ય જાણવા પણ પ્રયાસ કર્યો. જો કે મહેશ્વરીએ કેમેરા સામે બોલવાનો પણ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો અને જીપીસીબી પાસે જવાબ માંગવાં પણ કહ્યું હતું.

You might also like