VIDEO: એકાએક ફોર્ચ્યુનરે 4 પલટી મારતાં કાર ફંગોળાઇ હવામાં, ડ્રાઇવરનો આબાદ બચાવ

ગીરસોમનાથઃ જિલ્લામાં નેશનલ હાઈ-વે પર કારનાં અકસ્માતની એક ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર એકાએક એક ફોર્ચ્યુનર ગાડીએ પલ્ટી મારી દીધી હતી. આ અકસ્મા તમાં સદનસીબે કાર સવારનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ પણ થઈ હતી. ત્યારે હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

મહત્વનું છે કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. જેમાં આપ સ્પષ્ટપણે જોઇ શકો છો કે કારે એકાએક જ વધારે સ્પીડમાં આવી જતાં કારચાલકે કાબુ ગુમાવી દેતાં જ તે કારે 4 વાર પલટી મારી દીધી હતી.

જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. તે ઉપરાંત આ દુર્ઘટના ઘટવાનાં સમયે એકાએક જ ત્યાં ત્યાનાં સ્થાનિક લોકો ભેગાં થઇ ગયાં હતાં. મહત્વનું છે કે આ ઘટના પરથી આપણને એવી શીખ પણ મળે છે કે જો કારની સ્પીડ કંટ્રોલ બહાર ચાલી જાય તો પણ મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે અને મોટી દુર્ઘટના ઘટી શકે છે.

You might also like