Gionee: 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5 ઇંચ સ્ક્રીન અને 16GB મેમરીવાળો ફોન

નવી દિલ્હી: ચીનની મોબાઇલ નિર્માતા કંપની જિયોનીએ પોતાનો નવો સ્માર્ટફોન પાયનિયર પી5ડબ્લૂ ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 6,499 રૂપિયા છે. Gionee P5W બ્લ્યૂ, બ્લેક, યલો અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. કંપનીએ ગત મહિને પોતાના સ્માર્ટફોનને કિંમત અને ઉપલબ્ધતા અંગેની યાદી પોતાની વેબસાઇટ પર મુકી હતી.

મોટી ડિસ્પ્લે અને વધુ મેમરી આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ વર્જન 5.1 લોલીપોપ પર કામ કરે છે. જિયોની Gionee P5W માં 5 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન, 1.5 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર મીડિયાટેક એમટી 6735 ચિપસેટ, 1GB રેમ, 16GB ઇનબિલ્ટ મેમરી આપવામાં આવી છે.

3G સ્માર્ટફોન આમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરો, 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 3G, માઇક્રોયૂએસબી 2.0. વાઇ-ફાઇ, બ્લ્યૂટૂથ 4.0 આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 2000 એમએએચ બેટરી આપવામાં આવી છે.

You might also like